જેલમુક્તિ બાદ પી.ટી.જાડેજા રાજકોટ પહોંચ્યા

જેલમુક્તિ બાદ પી.ટી.જાડેજા રાજકોટ પહોંચ્યા

ક્ષત્રિય સમાજના આગેવાન પી.ટી.જાડેજા સામે થયેલી પાસાનો સરકાર દ્વારા હુકમ રદ કરાતા જેલમુક્ત કરવામાં આવ્યા હતા. આજે (15 જુલાઈ) સાંજે પી.ટી. જાડેજા રાજકોટ પહોંચતા નિવાસસ્થાન પર સ્વાગત કરાયું હતું. પી.ટી.જાડેજાએ કહ્યું હતું કે, મેં 18 દિવસથી ભોજન લીધું નથી એટલે મારું સ્વાસ્થ્ય બરોબર નથી. આગામી 2-3 દિવસમાં પ્રેસ કોન્ફરન્સ યોજીશ.

21 એપ્રિલના રોજ રાજકોટના અમરનાથ મહાદેવ મંદિરમાં મહાઆરતીને લઈને રાજકોટના સાંઇનગર વિસ્તારમાં રહેતા ક્ષત્રિય સમાજના આગેવાન પી. ટી. જાડેજા( પ્રવીણસિંહ ટપુભા જાડેજા)એ કારખાનેદાર જસ્મિનભાઇને ફોન કરીને ‘આરતી કરતો નહીં, નહીંતર લોહિયાળ ક્રાંતિ થશે,’ કહી ગાળો ભાંડી ધમકી આપી હતી. જે મામલે રાજકોટ પોલીસે 5 જુલાઈના પી. ટી. જાડેજાની પાસા હેઠળ અટકાયત કરી સાબરમતી જેલહવાલે કરી દીધા હતા. ત્યારબાદ ઠેર-ઠેર ક્ષત્રિય સમાજ દ્વારા આવેદનપત્ર આપી મુખ્યમંત્રી તેમજ ગૃહ રાજ્યમંત્રી સમક્ષ પાસા રિવોક કરવાની માગ કરાઈ હતી. જે રજૂઆતને ધ્યાનમાં રાખી પાસાના આ હુકમને રાજ્યના ગૃહ વિભાગે રિવોક કર્યો હતો.

Read more

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow