જાપાન: વીડિયો ગેમિંગ સ્કિલ શીખવવા માટે શરૂ થયેલી ઈ-સ્પોર્ટ્સ શાળાઓમાં ડ્રોપ આઉટ પ્રવેશ લઇ રહ્યા છે

જાપાન: વીડિયો ગેમિંગ સ્કિલ શીખવવા માટે શરૂ થયેલી ઈ-સ્પોર્ટ્સ શાળાઓમાં ડ્રોપ આઉટ પ્રવેશ લઇ રહ્યા છે

જાપાનમાં એક વર્ષ પહેલા પ્રથમ ઈ-સ્પોર્ટ્સ હાઈસ્કૂલ વિડિયો ગેમિંગના ક્ષેત્ર માટે યુવાનોને તૈયાર કરવાના ઈરાદા સાથે ખોલવામાં આવી હતી. પરંતુ હવે તે શાળા છોડનારા બાળકોને આકર્ષી રહ્યું છે.

જાપાનની પબ્લિક સ્કૂલોમાં કામ કરનાર ઈ-સ્પોર્ટ્સ સ્કૂલના પ્રિન્સિપાલ અકીરા સઇતોનું કહેવું છે કે, જે બાળકો સ્કૂલમાં આવતા નથી તેઓ કોઈક પ્રકારના દબાણમાં તેમને સ્કૂલે મોકલવામાં આવે છે જેથી તેઓ વધુ આક્રમક બને છે. અમે બાળકોને કહીએ છીએ કે શાળાએ આવવું આનંદદાયક હોઈ શકે છે. તેઓ માને છે કે હવે ડ્રોપ આઉટ થયેલા બાળકોને શાળામાં પાછા લાવવાનું કામ વધુ મહત્વનું બની ગયું છે. શાળા સંચાલકો કહે છે કે લેસન પ્લાન રાષ્ટ્રીય શિક્ષણ માપદંડો પર નિર્ધારિત કરવામાં આવી છે. તેમની કારકિર્દીની સાથે તેઓ એ પણ ધ્યાન રાખે છે કે બાળકોને વિડિયો ગેમ્સની લત ન લાગે. મુખ્ય અભ્યાસક્રમો સાથે, તેમને ગણિત, અંગ્રેજી, જીવવિજ્ઞાન પણ શીખવવામાં આવે છે. જાપાનમાં ડ્રોપ આઉટ બાળકોની સમસ્યાને જોતા, આવી ઘણી વધુ શાળાઓ શરૂ કરવામાં આવી છે.

વતારૂ યોશિદા(16)એ કોરોના બાદ શાળાએ જવાનું બંદ કરી દીધું હતું. યોશિદાએ માતાને કહ્યું હતું કે તેને શિક્ષકો પસંદ નથી. નિયમોને માન્યું નહીં, તે આખો દિવસ ઘરમાં જ વિડીયો ગેમ્સ રમતો હતો હતો. પરંતુ હવે તે અન્ય ઘણા બાળકો સાથે ઈ-સ્પોર્ટ્સ હાઈસ્કૂલમાં અભ્યાસ કરી રહ્યો છે.

1990ના દાયકાથી જાપાનમાં ડ્રોપઆઉટ મહામારી
જાપાનમાં 1990ના દાયકાથી બાળકોને શાળા છોડવી એક મહામારીની જેમ બની ગયું છે. મનોવિજ્ઞાનના પ્રો કઈકો નાકામુરા કહે છે કે પહેલા 1% બાળકો અધવચ્ચે જ શાળા છોડી જતા હતા. હવે આવા બાળકો બમણા થઈ ગયા છે. 2018માં તેમની સંખ્યા વધીને 1.64 લાખ થઈ ગઈ હતી.

Read more

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

બોલિવૂડના દિગ્ગજ એક્ટર સૈફ અલી ખાન અને એક્ટ્રેસ અમૃતા સિંહની દીકરી સારા અલી ખાને પોતાની મહેનત, સમર્પણ અને પ્રતિભાથી ઈન્ડસ્ટ્રીમાં પોતાનુ

By Gujaratnow
ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

રાજકોટનાં વિરાણી ચોકમાં આજે (12 ઓગસ્ટ) NSUI અને કોંગ્રેસનાં આગેવાનો દ્વારા લોકશાહી બચાવવા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસનાં આગેવાનોએ વિવિ

By Gujaratnow
અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

મદુરાઈના એક બારમાં હાર્દિકસિંહ જાડેજા નામનો શખ્સ બેઠો હતો. જો કે આ સમયે તેના મનમાં ઝડપાઈ જવાનો ડર હતો. જેથી તે તુરંત જ ત્યાંથી ભાગીને કેરળના કો

By Gujaratnow
વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

ગઈકાલે (10 ઓગસ્ટ,2025) નખત્રણામાં કચ્છ કડવા પાટીદાર સમાજના કાર્યક્રમમાં વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી.પટેલે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે

By Gujaratnow