જયશંકરે કહ્યું- ચીનના મુદ્દે અડગ છે PM મોદી

જયશંકરે કહ્યું- ચીનના મુદ્દે અડગ છે PM મોદી

વિદેશી મંત્રી એસ જયશંકરે શુક્રવારે કહ્યું કે પીએમ મોદી ચીનના મુદ્દા પર અડગ છે. તેમણે ચીન-ભારત સીમા પર સૈન્યને મજબૂત રીતે તહેનાત કરવા નિર્ણય કરવો જોઈએ. તેમણે કહ્યું કે ચીન સાથેના સંબંધોની વાસ્તવિકતા એ છે કે તે વિશ્વની બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે અને ભારતનો પાડોશી પણ છે. જોકે આપણો ઈતિહાસ, સંઘર્ષ અને સીમા વિવાદ પણ ચીન સાથે જોડાયેલો છે.

G20 બેઠકમાં જિનપિંગ અને PM મોદી મળ્યા
તાજેતરમાં વડાપ્રધાન મોદી ઈન્ડોનેશિયાના બાલીમાં આયોજિત G20 સમિટની બેઠકમાં ગયા હતા. અહીં તેમણે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે હાથ મિલાવ્યા હતા. આ મુદ્દા પર વિપક્ષ PM મોદીની નિંદા કરી રહ્યા હતા, જેને વિદેશમંત્રીએ ફગાવી દીધી હતી

મોદીએ બાલીમાં G-20 નેતાઓના ડિનર દરમિયાન ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે વાત કરી હતી.

સરહદ પર સૈનિકો તહેનાત કરવા જરૂરી: જયશંકર
જયશંકરે કહ્યું કે ચીન સાથે કોઈપણ વ્યવહાર કરવાનો યોગ્ય માર્ગ એ છે કે, હવે આપણે મક્કમ થઈને રહેવું પડશે. સરહદ પર સૈનિકો તહેનાત કરવા જરૂરી છે, તેથી જો તેઓ ઘુસણખોરી કરવાનો પ્રયાસ કરશે તો અમે તેમની સામે લડવા તૈયાર છીએ. જ્યાં વ્યૂહરચના જરૂરી છે, ત્યાં ઘણી વખત જાહેર થવું પણ જરૂરી બનશે.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow