Gujarat Now
બ્રેકિંગ
પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યોપાકિસ્તાની વહુ નીકળી ભારતીય જાસૂસપ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલુંભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશેભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાંપાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યોપાકિસ્તાની વહુ નીકળી ભારતીય જાસૂસપ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલુંભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશેભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં
🌎 World

જાપાનમાં 7.5ની તીવ્રતાનો ભૂકંપ, 30 ઘાયલ

Gujaratnow1 min read
જાપાનમાં 7.5ની તીવ્રતાનો ભૂકંપ, 30 ઘાયલ

જાપાનમાં ઓમોરી પ્રાંત નજીક સોમવારે 7.5 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. અગાઉ તેની તીવ્રતા 7.6 જણાવવામાં આવી હતી. ભૂકંપ સ્થાનિક સમય મુજબ રાત્રે 11:15 વાગ્યે આવ્યો હતો. જાપાન ટાઈમ્સ અનુસાર, ભૂકંપમાં 30 લોકો ઘાયલ થયા છે.

જાપાનની હવામાન વિજ્ઞાન એજન્સીએ ઓમોરી, ઇવાતે અને હોકાઇડો પ્રાંતો માટે સુનામીની ચેતવણી જારી કરી હતી. થોડા કલાકો પછી આ ચેતવણી પાછી ખેંચી લેવામાં આવી છે. ભૂકંપથી ઘણા ઘરોને નુકસાન થયું છે. રસ્તાઓ ધસી પડ્યા હતા, જેના કારણે ઘણી ગાડીઓ ફસાઈ ગઈ હતી.

એજન્સીએ હોકાઇડોથી ચિબા સુધીના ઉત્તર-પૂર્વીય કિનારે 8 તીવ્રતાના વધુ ભૂકંપ આવવાની ચેતવણી આપી છે. એજન્સીએ રહેવાસીઓને આવનારા સપ્તાહમાં સુરક્ષિત સ્થળોએ જવાની અપીલ કરી છે.

ભૂકંપનું કેન્દ્ર જાપાનના કિનારેથી 70 કિમી દૂર સમુદ્રમાં 50 કિમીની ઊંડાઈએ હતું. ભૂકંપ પછી ઓમોરી પ્રાંતમાં 2,700 ઘરોમાં વીજળી ગુલ થઈ ગઈ છે. ઓમોરી શહેરમાં આગ લાગવાની 2 ઘટનાઓ બની છે.

Gujaratnow1 min read

Related News