ગોરાટના ઉદ્યોગપતિના બંગલાના 22 રૂમ ચેક કરતાં ITને દોઢ દિવસ લાગ્યો

ગોરાટના ઉદ્યોગપતિના બંગલાના 22 રૂમ ચેક કરતાં ITને દોઢ દિવસ લાગ્યો

આવકવેરા વિભાગની ઇન્વેસ્ટિગેશન વિંગ દ્વારા ગોરાટ રોડ પર રહેતા મેમણ ઉદ્યોગપતિ ઉમર જનરલને ત્યાં હાથ ધરેલાં દરોડા બીજા દિવસે પણ યથાવત રહ્યા હતા. તપાસમાં અત્યાર સુધી કરોડોના ડોક્યુમેન્ટ જપ્ત કરવામાં આવ્યા છે ઉપરાંત રોકડમાં થયેલાં વ્યવહારો પણ અધિકારીઓએ શોધી રહ્યાં છે. હવાલા એન્ગલની પણ તપાસ અધિકારીઓ કરી રહ્યા છે. બંગ્લો એટલો આલિશાન હોય તપાસ ટીમને 22થી વધુ રૂમ ચેક કરવામાં જ દોઢ દિવસ લાગ્યા હતા. બંગ્લાનો ખુણેખુણો અધિકારીઓ ચકાસી રહ્યા છે.

રવિવારની સાંજથી દરોડાનો બંદોબસ્ત કરી દેવાયો હતો
ઇન્વેસ્ટિગેશન વિંગ દ્વારા ફરી એકવાર સોમવારના રોજ દરોડા પાડયા હતા. રવિવારની સાંજથી દરોડાનો બંદોબસ્ત કરી દેવાયો હતો એટલે અનેક લોકો ઉંઘતા ઝડપાયા હતા. સવારે ટીમ ગોરાટ રોડ પરના ઉમર જનરલના બંગલે પહોંચી હતી. જનરલ ગ્રુપની રીંગરોડ પર આવેલી ઓફિસ, માંડવીની ફેકટરી, ઉપરાંત સ્ટાફના કેટલાંક કર્મચારીઓને ત્યાં પણ તપાસ કરવામાં આવી હતી.

રોકડમાં થયેલાં વ્યવહારો પણ અધિકારીઓએ શોધી રહ્યાં
તપાસ સાથે સંકળાયેલાં અધિકારીઓએ કહ્યુ કે રૂપિયા 300 કરોડના ગ્રુપના ટર્નઓવરમાં મોટાભાગે ટેક્સટાઇલના વ્યવહારો છે. જેમાં નિકાસ મુખ્ય છે તથા લોકલ માર્કેટમાં પણ માલ સપ્યાલ કરવામાં આવે છે. કેટલીક બ્રાન્ડના કપડાં પણ મેન્યુફેકચરિંગ થાય છે. ઉપરાંત નિકાસ કરાયેલાં ડેટા પણ અધિકારીઓ ચકાસી રહ્યા છે. કેટલાંક વ્યવહારો ખાસ કરીને સેલ અને પરચેઝ રોકડમાં થઈ હોવાનું પણ ધ્યાને આવ્યુ છે.

ઘરના લોકરમાંથી કંઇ ખાસ મળી આવ્યું નહીં
અધિકારીઓ કહે છે કે ઓફિસ અને બેન્કના લોકર ચેક કરવામાં આવ્યા હતા, પરંતુ ઘરના લોકરમાંથી કંઇ ખાસ મળી આવ્યુ નથી. રોકડ પણ પહેલાં દિવસે કબજે લેવાઈ નથી. વધુ રોકડ ન હોવાનુ અધિકારીઓ જણાવી રહ્યા છે.

કારો જોઇ અધિકારીઓ પણ ચોંક્યા
મેમણ ઉદ્યોગપતિ ઉમર જનરલનો લકઝુરિયસ કારનો કાફલો બંગ્લાની અંદર જોઇને આઇટી અધિકારીઓ પણ ચોંકયા હતા. 12 જેટલી ગાડીઓ લાઇનમાં ઉભી હતી. ચાર બંગ્લાને એક જ સાથે જોઇન્ટ કરવામાં આવતા તપાસનો એરિયા લંબાઇ ગયો હતો. 12 ગાડીઓની ખરીદીની વિગતો પણ અધિકારીઓ ચકાસી રહ્યા છે.

Read more

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

ટ્રાફિક વ્યવસ્થા જાળવવા નિયત રૂટ પર ભારે વાહનો માટે પ્રવેશબંધી કરી વૈકલ્પિક રૂટ જાહેર કરાયા રાજકોટ, તા.૧૦ જાન્યુઆરી - વડાપ્રધાન નરે

By Gujaratnow
બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝને ગુરુવારે મોડી રાત્રે ઈ-મેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. લોક ભવનના વરિષ્ઠ અધિકા

By Gujaratnow