કોમર્સના બાથરૂમમાંથી કાપલીઓ પકડવાની જવાબદારી સફાઇકર્મીની

કોમર્સના બાથરૂમમાંથી કાપલીઓ પકડવાની જવાબદારી સફાઇકર્મીની

મ.સ.યુનિની કોમર્સની એટીકેટીની પરીક્ષામાં સફાઇ સેવકોને દર અડધા કલાકે બાથરૂમમાં ચેકીંગ કરવાની જવાબદારી અપાઇ છે, જેમાં તેમને 25થી વધુ કાપલીઓ મળી રહી છે. ગર્લ્સના વોશરૂમમાંથી પણ ઢલગાબંધ કાપલીઓ મળી રહી છે. ટીવાય બીકોમની એટીકેટીની પરીક્ષા ચાલી રહી છે.

પરીક્ષાના પ્રથમ દિવસે ડીન અને અધ્યાપકોએ જાતે જ કાપલીબાજોને પકડ્યા હતા. યુનિટ બિલ્ડિંગ અને મેઇન બિલ્ડિંગ પર ચાલી રહેલી પરીક્ષામાં વોશરૂમમાં પણ ચેકીંગ કરવામાં આવી રહ્યું છે. કોમર્સ ફેકલ્ટીના સત્તાધીશોની સૂચના પ્રમાણે વોશરૂમમાં સફાઇ સેવકોને મોકલીને કાપલી સહિતનું સાહિત્યને શોધવામાં આવી રહ્યું છે. દર અડધા કલાકના અંતરે સફાઇ સેવકો દ્વારા વોશરૂમમાં સફાઇ કરવામાં આવે છે જેમાં કાપલીઓ હોય તો તેને બહાર લાવીને ફેંકી દેવામાં આવી રહી છે. સફાઇ સેવકોને 20થી 25 જેટલી કાપલીઓ વોશરૂમમાંથી મળી રહી હોવાનું ફેકલ્ટી સત્તાધીશોએ જણાવ્યું હતું.

Read more

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

ટ્રાફિક વ્યવસ્થા જાળવવા નિયત રૂટ પર ભારે વાહનો માટે પ્રવેશબંધી કરી વૈકલ્પિક રૂટ જાહેર કરાયા રાજકોટ, તા.૧૦ જાન્યુઆરી - વડાપ્રધાન નરે

By Gujaratnow
બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝને ગુરુવારે મોડી રાત્રે ઈ-મેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. લોક ભવનના વરિષ્ઠ અધિકા

By Gujaratnow