ભારતની એક ઇંચ જમીન પર કબજો કરવો પણ ચીન માટે અશક્ય, તવાંગ અથડામણ બાદ અમિત શાહનો પડકાર

ભારતની એક ઇંચ જમીન પર કબજો કરવો પણ ચીન માટે અશક્ય, તવાંગ અથડામણ બાદ અમિત શાહનો પડકાર

અરુણાચલ પ્રદેશમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે થયેલી અથડામણને લઈને સંસદના બંને ગૃહોમાં હંગામો ચાલી રહ્યો છે. તેવામાં હવે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું મોટું નિવેદન સામે આવ્યું છે. અમિત શાહે કહ્યું છે કે, ચીનને લઇને કોંગ્રેસનું બેવડું વલણ, વિપક્ષે લોકસભામાં પ્રશ્નકાળ ન ચાલવા દીધો. ભારતની એક ઇંચ જમીન પર પણ ચીન કબજો નહીં કરી શકે.

શું કહ્યું અમિત શાહે ?

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કીધું હતું કે, ચીનને લઇને કોંગ્રેસનું વલણ બેવડું છે. આજે વિપક્ષે લોકસભામાં પ્રશ્નકાળ ન ચાલવા દીધો. અરુણાચલ પ્રદેશમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે થયેલી અથડામણમાં ભારતીય જવાનોએ વીરતા દેખાડીને ચીની સૈનિકોને પરત ધકેલ્યા. ચીનના સૈનિકો સામે ભારતીય સેનાએ વીરતા બતાવી. ચીનની ઘુસણખોરી બાદ તુરંત ભારતીય સેનાના જવાનોએ ચીની સેનાને પરત ખદેડી દીધી હતી.

મહત્વનું છે કે, અરુણાચલ પ્રદેશમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે થયેલી અથડામણને લઈને સંસદના બંને ગૃહોમાં હંગામો ચાલી રહ્યો છે. કોંગ્રેસ, RJD, તૃણમૂલ કોંગ્રેસ, AAP સહિત તમામ વિપક્ષી દળોએ રાજ્યસભા અને લોકસભામાં આ મુદ્દા પર તાત્કાલિક ચર્ચાની માંગ કરતી નોટિસ આપી છે. વિપક્ષના હોબાળાને કારણે લોકસભાને 12 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી છે. રક્ષા મંત્રી રાજનાથ સિંહ બપોરે 12 વાગ્યે લોકસભામાં અને 12.30 વાગ્યે રાજ્યસભામાં આ મુદ્દે નિવેદન આપશે. બીજી તરફ પીએમ મોદીએ કેબિનેટની બેઠક પણ બોલાવી છે.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow