વૃદ્ધાશ્રમમાં જમતા જમતા એકબીજા સાથે પ્રેમ થઇ જતા લગ્ન કરી લીધા, હવે એકબીજાનો સહારો બની બાકીનું જીવન જીવશે, અનોખી પ્રેમ કહાની.

વૃદ્ધાશ્રમમાં જમતા જમતા એકબીજા સાથે પ્રેમ થઇ જતા લગ્ન કરી લીધા, હવે એકબીજાનો સહારો બની બાકીનું જીવન જીવશે, અનોખી પ્રેમ કહાની.

કહેવામાં આવે છે કે પ્રેમની કોઇ ઉંમર નથી હોતી પ્રેમ કોઈપણ ઉંમરે થઇ શકે છે. આજે અમે તમને આ કહેવતની સાચી કરતી એક પ્રેમ કહાની વિષે જણાવીશું કે જેને જાણીને તમે પણ બોલી પડશો કે ખરેખર આને સાચો પ્રેમ કહેવાય.

સવિતા બેન અને વિજય ભાઈના બંનેના પરિવારમાં કોઈ નહતું. તે એકલા હોવાથી પાલીના એક વૃદ્ધાશ્રમમાં રહેવા માટે આવ્યા હતા.બંને એકલા હોવાથી તેમને જીવનમાં કોઈના સાથ સહકારની જરૂર હતી માટે તે વૃદ્ધાશ્રમમાં પોતાની જીવન વિતાવી રહયા હતા.

જ્યાં જમવાના ટેબલ પર સ્વીટ બેન અને વિજય ભાઈનું મુલાકાત થઇ. ત્યાંથી બંનેની વાતચીત ચાલુ થઇ અને બંનેની કહાની એક જ જેવી હોવાથી બંનેને એકબીજામાં ખુબજ ઇન્ટરેસ્ટ પડ્યો અને તેમની મિત્રતા પ્રેમમાં બદલી ગઈ.

તે બંનેએ નક્કી કરી લીધું કે તે હવે બાકીનું જીવન એકસાથે વિતાવશે અને વૃદ્ધાશ્રમના મંદિરમાં જ તે બંને લગ્નની ગ્રંથિથી જોડાઈ ગયા. આજે બંને એકબીજાનો સહારો બનીને પોતાનું જીવન જીવી રહયા છે. આ વર્ષે સવિતા બેન પોતાના પતિ વિજય ભાઈ માટે કરવાચોથનું વ્રત પણ રાખ્યું હતું. આજે તેમનો આ પ્રેમ,

સોશિયલ મીડિયા પર ખુબજ વાઇરલ થઇ રહ્યો છે. બંનેના લગ્નમાં વૃદ્ધાશ્રમના બધા જ લોકો હાજર રહયા હતા. તેમના મંદિરમાં ખુબજ ધૂમધામથી લગ્ન કરવામાં આવ્યા હતા. બંનેના કોઈ સંતાન પણ નથી. માટે હવે તે જ એકબીજાનો સહારો છે. આજે તે બંને વૃધ્ધાશ્રમમાં જ ખુબજ શાંતિથી પોતાનું જીવન જીવી રહયા છે.

Read more

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow