શિયાળામાં મોજા પહેરીને ઊંઘી જવાની છે ટેવ, થઈ જજો સાવધાન નહીંતર સ્વાસ્થ્ય માટે હાનિકારક થશે સાબિત

શિયાળામાં મોજા પહેરીને ઊંઘી જવાની છે ટેવ, થઈ જજો સાવધાન નહીંતર સ્વાસ્થ્ય માટે હાનિકારક થશે સાબિત

શિયાળો આવતા લોકો ઠંડીથી બચવા માટે ઘણા ઉપાય કરે છે. પોતાને ગરમ રાખવા માટે લોકો માથાથી લઇને પગ પણ ઢાંકી રાખે છે. આખો દિવસ ગરમ કપડા પહેર્યા સિવાય અમુક લોકો એવા પણ હોય છે, જે રાત્રે ઊંઘતી સમયે મોજા પહેરીને ઊંઘે છે. ઠંડીમાં પોતાને ગરમ રાખવા માટે મોટાભાગના લોકો આ રીતે ઊંઘવાનુ પસંદ કરે છે. શિયાળામાં મોજા પહેરીને ઊંઘવાથી તમને અવશ્ય ગરમી મળે છે, પરંતુ તેનાથી તમારા હેલ્થને ઘણા નુકસાન પણ થાય છે, જેનાથી મોટાભાગના લોકો અજાણ છે.

બ્લડ સર્ક્યુલેશનમાં થાય છે પરેશાની

જો તમે પણ ઊંઘતી સમયે મોજા પહેરો છો, તો તેનાથી તમારા બ્લડ સર્ક્યુલેશનમાં પરેશાની થઇ શકે છે. ખરેખર, ફીટ મોજા પહેરવાથી શરીરમાં લોહીનો પ્રવાહ ઓછો અને ધીમો થઇ શકે છે, જેનાથી યોગ્ય રીતે બ્લડ સર્ક્યુલેશનમાં પરેશાની આવી શકે છે. એવામાં જો તમે રાત્રે મોજા પહેરવા માંગો છો તો પ્રયાસ કરો કે ઢીલા મોજા પહેરો.

વધી શકે છે શરીરનુ તાપમાન

રાત્રે ઊંઘતી સમયે મોજા પહેરવાથી તમારા શરીરનુ તાપમાન પણ વધી શકે છે. જો મોજા પહેરીને ઊંઘતી સમયે હવા યોગ્ય રીતે પાસ થતી નથી તો તેનાથી ઓવરહીટીંગની સમસ્યા થઇ શકે છે. જેના કારણે તમારા માથા પર ગરમી ચઢી શકે છે. જેનાથી તમને બેચેની પણ મહેસૂસ થઇ શકે છે.

હાર્ટ પર પડે છે ખરાબ પ્રભાવ

રાત્રે મોજા પહેરીને ઊંઘવાથી તમારા હૃદય પર પણ ખરાબ પ્રભાવ પડે છે. ખરેખર ફીટ મોજા પહેરવાથી તમારા પગની નસો પર દબાણ આવે છે, જેનાથી તમારા હાર્ટને બ્લડ પંપ કરવામાં વધારે જોર લગાવવુ પડે છે. જેના કારણે ઘણી વખત શ્વાસ લેવામાં પણ સમસ્યા થઇ શકે છે.

Read more

'ધ બંગાળ ફાઇલ્સ'નું ટ્રેલર પશ્ચિમ બંગાળમાં લોન્ચ થશે

'ધ બંગાળ ફાઇલ્સ'નું ટ્રેલર પશ્ચિમ બંગાળમાં લોન્ચ થશે

દિગ્દર્શક વિવેક રંજન અગ્નિહોત્રી હાલમાં અમેરિકામાં તેમની આગામી ફિલ્મ 'ધ બેંગાલ ફાઇલ્સ'નું પ્રમોશન કરી રહ્યા છે. તેઓ ત્યાંના ઘણા

By Gujaratnow
લાલ કિલ્લા પર બોમ્બ ન શોધી શક્યા, 7 પોલીસકર્મી સસ્પેન્ડ

લાલ કિલ્લા પર બોમ્બ ન શોધી શક્યા, 7 પોલીસકર્મી સસ્પેન્ડ

લાલ કિલ્લા પર સુરક્ષા કવાયત દરમિયાન ડમી બોમ્બ ન મળતાં એક કોન્સ્ટેબલ અને એક હેડ કોન્સ્ટેબલ સહિત સાત દિલ્હી પોલીસ કર્મચારીઓને સસ્

By Gujaratnow