પ્રેગ્નેન્સી દરમિયાન વધારે કોફી પીવાની છે આદત, તો એલર્ટ, બાળકને થઈ શકે છે જોખમ!

પ્રેગ્નેન્સી દરમિયાન વધારે કોફી પીવાની છે આદત, તો એલર્ટ, બાળકને થઈ શકે છે જોખમ!

પ્રેગ્નેન્સીમાં મહિલાઓએ તેમના સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન આપવાની જરુર હોય છે. કારણ કે તેમની દરેક પ્રવૃત્તિની અસર તેમના બાળક પર પડે કરે છે. તમે શું ખાઓ છો,  

શું પી રહ્યા છો અને શું કરો છો, આ બધી બાબતો તમારા બાળક પર અસર કરે છે. તાજેતરના એક સર્વેમાં જાણવા મળ્યું છે કે,  

તમારી મનપસંદ કોફી તમારા બાળકના સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે. જો તમે પ્રેગ્નન્ટ છો અને કોફી પીવાના શોખીન છો તો તેની સાથે જોડાયેલા નુકસાન વિશે જાણવું તમારા માટે ખૂબ જ જરૂરી છે.

રિપોર્ટ અનુસાર સર્વેમાં જાણવા મળ્યું છે કે કોફી પીનારી 80 ટકા પ્રેગ્નેન્ટ મહિલાઓ તેમના કેફીનના સેવન પર ધ્યાન આપતી નથી. તેઓ વધુ પડતી કોફી પીવે છે,  

તે પણ જાણતા હોવા છતાં કે તેઓએ પ્રેગ્નેન્સીમાં દરરોજ 200 મિલિગ્રામથી વધુ કેફીનનું સેવન ન કરવું જોઈએ. જો તમે તમારા કોફીના સેવન પર ધ્યાન ન આપો તો તેની તમારા બાળક પર ખૂબ જ ખરાબ અસર પડી શકે છે.

કેટલી કોફી પીવી યોગ્ય ?
એવું નથી કે તમારે પ્રેગ્નેન્સીમાં કોફીનું સેવન એકદમ બંધ કરી દેવું જોઈએ. પરંતુ જો તમે દરરોજ 200 મિલિગ્રામથી વધુ કેફીનનું સેવન કરો છો તો તમારે તેને ઘટાડવાની જરૂર છે.  

ગર્ભાવસ્થા દરમિયાન 200 મિલિગ્રામથી વધુ કોફી પીવાથી તમે તેમજ તમારા બાળકને ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓનો શિકાર બનાવી શકો છો.  

એક્સપર્ટ સલાહ આપે છે કે જો તમે પ્રેગ્નેન્ટ છો અને કોફી વગર નથી રહી શકતા તો દિવસમાં માત્ર બે કપ ઇન્સ્ટન્ટ કોફી અને એક મગ ફિલ્ટર કોફી પીવો. કારણ કે આનાથી વધુ પીવું ગર્ભાવસ્થા માટે ખતરનાક છે.

આ દિવસોમાં કોફી શોપમાં કેફીનનો ઘણો ઉપયોગ થાય છે, જે ગર્ભવતી મહિલાઓના સ્વાસ્થ્ય માટે બિલકુલ સારું નથી.  

સર્વેમાં જાણવા મળ્યું છે કે હાઈ સ્ટ્રીટ ચેઈન કોસ્ટાના મીડિયમ સાઈઝના કેપેચિનો ગ્લાસમાં  325mg સુધી કેફીન હોય છે, જે સગર્ભા અને સ્તનપાન કરાવતી સ્ત્રીઓ માટે ભલામણ કરેલ મર્યાદા કરતા દોઢ ગણા કરતા વધુ છે.  

જ્યારે મધ્યમ કદના સ્ટારબક્સ કેપુચીનોમાં લગભગ 66mg કેફીન હોય છે.

વધુ કોફી પીવાથી શું થશે ?
સર્વે મુજબ પ્રેગ્નેન્સી દરમિયાન વધુ કોફી લેવાથી તમારું બાળક સમય પહેલા જન્મી શકે છે અથવા જન્મ પછી તરત જ મૃત્યુ પામે છે. એટલું જ નહીં બાળક મૃત જન્મે તેવી પણ શક્યતા છે.  

નિષ્ણાતો કહે છે કે જે મહિલાઓ ગર્ભાવસ્થાના શરૂઆતના દિવસોમાં દરરોજ 500 મિલિગ્રામથી વધુ કેફીનનું સેવન કરે છે તેમને ઝડપી ધબકારા, શ્વાસ લેવાનો દર વધવા અને ઊંઘ ન આવવાની શક્યતા વધુ હોય છે.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow