ચહેરા પર બોડી લોશન લગાવવાની છે આદત, તો પહેલાં આ જાણી લો, ત્વચાને થઇ શકે છે મોટું નુકસાન!

ચહેરા પર બોડી લોશન લગાવવાની છે આદત, તો પહેલાં આ જાણી લો, ત્વચાને થઇ શકે છે મોટું નુકસાન!

શિળાયામાં ચહેરા અને બોડીની સ્કિન ડ્રાય થઈ જાય છે. એવામાં ત્વચાની ડ્રાયનેસથી છુટકારો મેળવવા માટે બોડીન સાથે ફેસ પર પણ અલગ અલગ બોડી લોશનનો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ શું તમે ફેસ પર બોડી લોશન લગાવવાના સાઈડ ઈફેક્ટ્સ વિશે જાણો છો?

શરીર પર બોડી લોશન લગાવતી વખતે અમુક લોકો તેને ફેસ પર પણ અપ્લાય કરી લે છે. પરંતુ ચહેરા પર બોડી લોશન લગાવવું ખૂબ જ નુકસાનકારક સાબિત થઈ શકે છે.  

માટે ફેસ પર બોડી લોશનને અવોઈડ કરવું તમારા માટે સારૂ રહે છે. તેનાથી ત્વચાની ઘણી મુશ્કેલીઓથી બચી શકાય છે. આવો જાણીએ ફેસ પર બોડી લોશન લગાવવાના અમુક કોમન સાઈડ ઈફેક્ટ્સ.  

બોડી લોશનથી આ રીતે થાય છે નુકસાન
બોડી લોશનનું પીએચ લેવલ ખૂબ જ વધારે હોય છે. એવામાં ચહેરાની ત્વચા બોડી લોશનને સંપૂર્ણ રીતે એબ્ઝોર્બ નથી કરી શકતી.  

જેના કારણે ફેસના સ્કિન પોર્સ બંધ થઈ જાય છે અને તમારા ચહેરા પર સમસ્યાઓ જોવા મળે છે. આવો હવે જાણીએ કે ચહેરા પર બોડી લોશનના સાઈડ ઈફેક્ટ્સ.

બ્લેકહેડ્સની સમસ્યા
બોડી લોશન લગાવવાથી ચહેરાના સ્કિન પોર્સ બ્લોક થઈ જાય છે. જેનાથી પોર્સમાં ગંદકી જમા રહે છે અને ફેસ પર બ્લેકહેડ્સ નિકળવાનું શરૂ થઈ જાય છે. એવામાં બ્લેકહેડ્સના કારણે તમારો ચહેરો પણ ડલ દેખાય છે.  

ડ્રાયનેસમાં થશે વધારો
ચહેરા પર બોડી લોશન એપ્લાય કરવાથી બચવા પર ટ્રિક્લોસન કમ્પાઉન્ડ વધવા લાગે છે. જેના કારણે ફેસ નેચરલ ઓઈલ ખતમ થઈ જાય છે અને ત્વચા ડ્રાય થવા લાગે છે. એવામાં ફેસ પર બોડી લોશનનો ઉપયોગ સ્કીનની ડ્રાયનેસને ટ્રિગર કરવાનું કામ કરે છે.

સ્કિન સેલ્સ થશે ડેમેજ
બોડી લોશનનું પીએચ લેવલ ખૂબ જ વધારે હોય છે. એવામાં ચહેરા પર બોડી લોશન લગાવવાથી સ્કીનનું પીએચ વોલ્યુમ ઓછુ થવા લાગે છે. જેનાથી ડેમેજ સ્કિન સેલ્સમાં વધારો જોવા મળે છે અને તમારા ચહેરાની ત્વચા ક્રેક થવા લાગે છે.  

ડલ દેખાશે ચહેરો
શિયાળામાં ત્વચા વધારે ડલ જોવા મળે છે. ત્યાં જ બોડી લોશન લગાવવાથી ફેશિયલ સ્કિનમાં રહેલા એમિનો એસિડ અને ક્ષારનું પ્રમાણ ઓછુ થઈ જાય છે. જેના કારણે તમારો ચહેરો ડલ અને શુસ્ક દેખાવવા લાગે છે.

પિંપલ અને એક્નેની સમસ્યા
ચહેરા પર બોડી લોશનનો ઉપયોગ કરવાથી સ્કિન પોર્સ બંધ થઈ જાય છે. એવામાં ત્વચાના પોર્સમાં રહેલા બેક્ટેરિયા ચહેરાના પિંપલ અને એક્નેનું કારણ બની શકે છે.  

ખાસ કરીને સેંસિટિવ સ્કિન પર બોડી લોશન લગાવવાથી તમારા ચહેરા પર બળતરા અને રેશિસનો સામનો પણ કરવો પડી શકે છે.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow