પેટની સમસ્યાનુ કારણ તમારા બ્રાઉન રાઈસ તો નથી ને? આજે જાણી લો હકીકત

પેટની સમસ્યાનુ કારણ તમારા બ્રાઉન રાઈસ તો નથી ને? આજે જાણી લો હકીકત

બ્રાઉન રાઈસ તમારા પેટ માટે છે હાનિકારક

આમ તો ચોખા ખાવા દરેક વ્યક્તિને પસંદ હોય છે. ભોજનની થાળી ભાત વગર અધૂરી લાગે છે. મોટાભાગના લોકો પોતાના શરીરને સ્વસ્થ રાખવા માટે બાસમતી ચોખાનુ સેવન કરે છે.  જો કે, હવે લોકોમાં હેલ્થને લઇને થોડી વધુ ચિંતા થવા લાગી છે તો બ્રાઉન રાઈસની ડિમાન્ડ પણ વધી ગઇ છે. આરોગ્યને થતા નુકસાનના કારણે હવે લોકો ઘરમાં બ્રાઉન રાઈસ ખાવાનુ વધુ પસંદ કરે છે. પરંતુ શુ તમને ખબર છે કે તમારી હેલ્થ માટે બ્રાઉન રાઈસનો વધુ પડતો ઉપયોગ નુકસાનકારક નિવડી શકે છે. બ્રાઉન રાઈસ તમારી પેટ સંબંધી સમસ્યાથી લઇને સ્કિન સુધીમાં કઈ રીતે હાનિકારક થઇ શકે છે.

પેટની સમસ્યાનુ કારણ તમારા બ્રાઉન રાઈસ તો નથી ને?

જે લોકોને પેટમાં આહાર પચવાની મુશ્કેલી થાય છે તેમણે બ્રાઉન રાઈસ ખાવાથી દૂર રહેવુ જોઈએ. કારણકે બ્રાઉન રાઈસ સરળતાથી ડાઈજેસ્ટ થતા નથી. વ્હાઈટ રાઈસની તુલનાએ બ્રાઉન રાઈસ પચવામાં થોડા મુશ્કેલ હોય છે. જે રીતે આ ચોખાને ખાવાથી પેટ સંબંધી સમસ્યા અથવા કોન્સ્ટિપેશન જેવી મુશ્કેલી થઇ શકે છે. બ્રાઉન રાઈસની અંદર ફાઈટીક એસિડ ભરપૂર માત્રામાં હોય છે અને આ તમારા શરીર માટે ફાઈટીક એસિડ હાનિકારક થઇ શકે છે. આ નુકસાન એટલે કરે છે, કારણકે ફાઈટીક એસિડ સરળતાથી શરીરમાં મિનરલ્સને એબ્જોર્બ થવા દેતો નથી. જેના કારણે તમારા શરીરમાં મેગ્નેશિયમ, આયરન, જિન્ક જેવા મિનરલ્સને એબ્જોર્બ થવામાં ઘણી પરેશાનીનો સામનો કરવો પડે છે.

મહિલાઓ બ્રાઉન રાઈસનુ સેવન કરવાથી દૂર રહે

જો તમે પ્રેગ્નેન્ટ છો તો તમારે ભરપૂર પોષક તત્વોની જરૂર હોય છે. એવામાં જો તમે બ્રાઉન રાઈસનુ સેવન કરી રહ્યાં છો તો આ તમારા માટે વધુ લાભદાયી નથી, કારણકે વ્હાઈટ રાઈસની સરખામણીએ બ્રાઉન રાઈસમાં ફોલિક એસિડ ઓછુ હોય છે. તેથી ગર્ભવતી મહિલાઓ બ્રાઉન રાઈસનુ સેવન ના કરે તો તેમના માટે સારું રહેશે.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow