'ભાબીજી ઘર પર હૈ'ના ઈશ્વર ઠાકુરની હાલત ગંભીર

'ભાબીજી ઘર પર હૈ'ના ઈશ્વર ઠાકુરની હાલત ગંભીર

ટીવી એક્ટર ઈશ્વર ઠાકુરે 'FIR', 'ભાબીજી ઘર પર હૈ', 'જીજા જી છત પર હૈ', 'મે આઇ કમ ઇન મેડમ' સહિતની સિરિયલમાં કામ કર્યું છે. કોરોનાકાળથી ઈશ્વર ઠાકુરની આર્થિક સ્થિતિ ઘણી જ ખરાબ છે. ઈશ્વર ઠાકુરની આર્થિક સ્થિતિ બદથી બદતર થઈ રહી છે. નોંધનીય છે કે 'ભાબીજી ઘર પર હૈ'માં ઈશ્વર ઠાકુરે અનુરાગનો રોલ પ્લે કર્યો હતો.  

ઈશ્વર ઠાકુરને શેની બીમારી છે?
ઈશ્વર ઠાકુરે 'FIR'માં ગોલુનો રોલ પ્લે કર્યો હતો. ઈશ્વર ઠાકુરને કિડનીની બીમારી છે. આ જ કારણે ઈશ્વરને યુરીન ફ્લોની સમસ્યા છે. પગમાં પણ સોજા આવી ગયા છે.

સારવાર કરાવવાના પૈસા નથી
ઈશ્વરની આર્થિક સ્થિતિ એ હદે ખરાબ છે કે તેની પાસે ડાયપર ખરીદવાના પૈસા નથી. આથી જ તે જૂના ન્યૂઝપેપરથી કામ ચલાવે છે. તે ડૉક્ટર પાસે સારવાર કરાવવા પણ જઈ શકે તેમ નથી. ઈશ્વર ઠાકુર પહેલાં આયુર્વેદિક સારવાર કરાવતો હતો, પરંતુ હવે પૈસા ના હોવાથી આયુર્વેદિક સારવાર કરાવવાની બંધ કરી દીધી છે.  

ભાઈને આશ્રમમાં મૂક્યો છે
ઈશ્વર ઠાકુરે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે તેના પરિવારમાં માતા છે. માતા બહેનના ઘરે રહે છે. તેના જીજાજી મહિને 20 હજાર કરતાં પણ ઓછા રૂપિયા કમાય છે. જીજા ને બહેન જ માતાનું ધ્યાન રાખે છે. એક ભાઈ છે. તેને નાસિક નજીકના આશ્રમમાં દાખલ કરવામાં આવ્યો છે. તે સિઝોફ્રેનિયાનો પેશન્ટ છે. પહેલાં ગર્વમેન્ટ હોસ્પિટલમાં સારવાર ચાલતી હતી, પરંતુ પછી ડૉક્ટર્સે પણ સારવાર કરવાની ના પાડી દીધી હતી. આશ્રમમાં ત્રણ હજાર રૂપિયા દર મહિને ભરવાના હોય છે, પરંતુ હાલમાં આટલા પૈસા પણ ભરી શકાય તેમ નથી.  

માતાની સ્થિતિ પણ સારી નથી
ઈશ્વર ઠાકુરની માતા હાર્ટ પેશન્ટ છે. તેમની હાલત પણ સારી નથી. તે પલંગ પરથી ઊભા થઈ શકતા થી.

ઇન્ડસ્ટ્રીના મિત્રોએ મદદ કરી હતી
ઠાકુરે કહ્યું હતું કે તે બીમાર હોવાથી પ્રોડ્યૂસર્સ તેને કામ આપતા નથી. તેણે ઓડિશન આપ્યા હતા, પરંતુ પ્રોડ્યૂસર્સને તેની તબિયતની જાણ હોવાથી તેઓ કામ આપવાનું ટાળે છે. તેઓ એમ વિચારે છે કે સેટ પર તેને કંઈ થયું તો જવાબદાર કોણ? વધુમાં ઈશ્વરે કહ્યું હતું કે ઇન્ડસ્ટ્રીના મિત્રો ને તેના કો-સ્ટાર્સ તેને આર્થિક મદદ કરી હતી. જોકે, કોરોનાકાળ પૂરો થતાં જ આ મદદ પણ બંધ થઈ ગઈ હતી.

આના કરતાં તો મોત સારું
ઠાકુરે વ્યથિત સ્વરે કહ્યું હતું કે તેની હાલત ઘણી જ ગંભીર છે. તેને લાગે છે કે આવા જીવન કરતાં તો મોત વધુ સારું, પરંતુ તે માતા ને ભાઈને આવી સ્થિતિમાં એકલા મૂકી શકે તેમ નથી. તે હજી પણ જીવન સામે લડે છે.

ગયા વર્ષે સોનુ સૂદે મદદ કરી હતી
2021માં સોનુ સૂદે ઈશ્વર ઠાકુરને આર્થિક મદદ કરી હતી. તે સમયે ઈશ્વર ઠાકુરે કહ્યું હતું કે તેને 'ભાબીજી ઘર પર હૈ'ની પ્રોડ્યૂસર બેનિફર કોહલી, સનંદ શર્મા, કવિતા કૌશિક, કિકુ શારદા, રાઇટર મનોજ સંતોષી જેવા સેલેબ્સે આર્થિક મદદ કરી હતી. સોનુ સૂદના ફાઉન્ડેશન પણ હેલ્પ કરી હતી. આ ઉપરાંત આશા પારેખની સ્વૈચ્છિક સંસ્થા દર મહિને પાંચ હજાર રૂપિયા આપે છે.

Read more

ગૃહમંત્રી શ્રી અમિત શાહની પ્રેસ કોન્ફરન્સના મુખ્ય મુદ્દાઓ

ગૃહમંત્રી શ્રી અમિત શાહની પ્રેસ કોન્ફરન્સના મુખ્ય મુદ્દાઓ

• એર ઇન્ડિયા ફ્લાઇટ નંબર AI-171ની દુર્ભાગ્યપૂર્ણ ઘટનાથી સમગ્ર દેશ આઘાતમાં છે, આ અકસ્માતમાં માર્યા ગયેલા મુસાફરોના પરિવારો સાથે તમામ દેશવાસીઓ

By Gujaratnow
ઉદયપુરમાં ક્રાઈમબ્રાન્ચમાં નોકરી કરતો હોવાનું કહી ગંજીવાડાના શખ્સે યુવતી પર દુષ્કર્મ આચર્યું

ઉદયપુરમાં ક્રાઈમબ્રાન્ચમાં નોકરી કરતો હોવાનું કહી ગંજીવાડાના શખ્સે યુવતી પર દુષ્કર્મ આચર્યું

શહેરના કોઠારિયા મેઇન રોડ પર રહેતી અને કાયદાનો અભ્યાસ કરતી 23 વર્ષીય યુવતીએ ગંજીવાડા-9માં રહેતા દેવરાજ વાલજી ગોહિલ નામના શખ્સ સામે દુ

By Gujaratnow
ભારત-દક્ષિણ આફ્રિકા પહેલી T20 વરસાદને કારણે રદ

ભારત-દક્ષિણ આફ્રિકા પહેલી T20 વરસાદને કારણે રદ

ભારતના દક્ષિણ આફ્રિકા પ્રવાસની T-20 શ્રેણીની પ્રથમ મેચ વરસાદના કારણે રદ કરવામાં આવી છે. ડરબનમાં મેચ પહેલા જ વરસાદ શરૂ થઈ ગયો હતો અને ટોસ પણ થઈ શક્યો નહોતો

By Gujaratnow