શું તમારા વાળ વધારે પડતાં ખરી રહ્યા છે? જું થી પણ છો પરેશાન, આ ઉપાય અજમાવી એક તીરથી લગાવો બે નિશાન

શું તમારા વાળ વધારે પડતાં ખરી રહ્યા છે? જું થી પણ છો પરેશાન, આ ઉપાય અજમાવી એક તીરથી લગાવો બે નિશાન

માથામાં જું હોય એક સામાન્ય વાત છે, માથામાં જું થવાથી ફક્ત માથામાં ખંજવાડ આવે છે. તે સાથે વાળ ખરવાની સમસ્યા પણ થાય છે.  

ઘણી વખત તો જું ની સંખ્યા એટલી વધારે હોય છે કે જું માથામાં હળવી ઇજા પણ પહોંચાડે છે. માથામાં વાળની વચ્ચે રહેતી જું લોહી ચૂસે છે. જો તમને પણ આ પ્રકારની સમસ્યા હોય તો લીમડા અને તુલસીના પાનની મદદથી છૂટકારો મેળવી શકાય છે.  

તે સાથે અનેક રીતે આ સમસ્યાનો ઇલાજ મેળવી શકો છો. તો આવો માથામાંથી જું ને દૂર કરવાના સરળ ઉપાયો વિશે જાણીએ.

1. લીમડો અને તુલસીના પાન(Neem and Tulsi Leaves)
માથામાં થયેલી જું થી છુટકારો મેળવવા માટે લીમડા અને તુલસીના પાન ખૂબ જ લાભદાયી છે. આ પાનને લગાવવાથી ના ફક્ત જું મરે છે, પરંતુ ખંજવાળ અને ખોડોની સમસ્યા પર દૂર થાય છે. તેની સાથે જ વાળ ખરતા પણ અટકે છે.  

તુલસીના પાન માથામાં થયેલી ઇજાને ભરવાનું કામ કરે છે. તે માટે એક પ્લેટમાં અમુક લીમડા ધોયેલા પાન લો, તેમાં થોડા સાફ તુલસીના પાન લો.  ત્યાર બાદ તેમાં એક ચમચી પાણી લઇને ક્રશ કરી લો. હવે એક કડાઇમાં નાળિયેર તેલ લો, તેની સાથે હળવી આંચે ગરમ કરો. હવે તેલમાં તૈયાર કરેલ મિશ્રણને તેમાં મિક્સ કરને થોડી વાર ગરમ થવા દો. પછી તેલ ગાળી લો. સવારે વાળને ઘોયા બાદ ફરી હુંફાળુ કરીને વાળમાં મસાજ કરો. જો તમને વધારે સમસ્યા છે તો તેમાં કપૂર પણ મિક્સ કરી શકો છો.  

2. ડુંગળીનો રસ (Onion Juice)
વાળમાં જું ને દૂર કરવા માટે ડુંગળીનો રસ કારગર સાબિત થઇ શકે છે. ડુંગળીના રસમાં હાજર એન્ટી માઇક્રોબિયલ ગુણ જું ને મારવામાં મદદ કરે છે. તે માટે બે થી ત્રણ ડુંગળીને મિક્ચરમાં ક્રશ કરી લો. તેમાં એક ચમચી હળદર મિક્સ કરો. હવે આ પેસ્ટને તમે સ્કાલ્પમાં સારી રીતે લગાવો. લગભગ 20 મિનિટ બાદ વાળને શેમ્પુથી ધોઇ લો.

3. લીંબુનો રસ (Lemon Juice)
વાળમાં જુંને હટાવવા માટે લીંબુનો રસ કારગર માનવામાં આવે છે. લીંબુનો રસ મોટા ભાગની જું ને મારી નાંખે છે. તે માટે 8થી 10 લીંબુનો રસ કાઢી લો. પછી તેને સ્કાલ્પમાં સારી રીતે લગાવો. લગભગ 15 મિનિટ સુધી વાળમા રાખીને વાળ ધોઇ લો.

4. લસણ અને લીંબુ પેસ્ટ
માથામા થયેલી વધારે પડતી જું ને દૂર કરવા માટે લસણ અને લીંબુ પેસ્ટ સૌથી કારગર છે. તે માટે એક જારમાં 10છી 12 લસણની કળી લો. હવે તેમાં લીંબુનો રસ મિક્સ કરી લો. આ પેસ્ટને વાળમાં લગાવીને 30 મિનિટ સુધી રહેવા દો. પછી હુંફાળા પાણીથી વાળ ધોઇ લો.

જું થવાનું કારણ  (What Causes Lice)
– જું પ્રભાવિત વ્યક્તિના સંપર્કમાં રહેવાથી થાય છે.
– જું પ્રભાવિત વ્યક્તિની ટોપી, ટુવાલ, તકિયો કે કાંસકાના ઉપયોગ કરવાથી.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow