શું લગ્નનું વચન આપી શારીરિક સંબંધ બાંધવો રેપ ગણાય?

શું લગ્નનું વચન આપી શારીરિક સંબંધ બાંધવો રેપ ગણાય?

ઓડિશા હાઈકોર્ટે બળાત્કારના એક કેસમાં મોટો ચુકાદો આપ્યો છે. વાત જાણે એમ છે કે, કોર્ટે કહ્યું કે, લગ્નનું વચન આપીને પુખ્ત મહિલા સાથે સહમતિથી સંબંધ બાંધવો એ બળાત્કારની શ્રેણીમાં આવતો નથી. કોર્ટે પોતાના નિર્ણયમાં વધુમાં કહ્યું કે, જો કોઈ મહિલા સંમતિના આધારે સેક્સ કરે છે તો આરોપી વિરુદ્ધ બળાત્કાર સંબંધિત ફોજદારી કાયદાનો ઉપયોગ કરી શકાશે નહીં.

જસ્ટિસ સંજીબ પાણિગ્રહીની અધ્યક્ષતાવાળી બેંચના જણાવ્યા અનુસાર લગ્નના ખોટા વચનને બળાત્કાર માનવું ખોટું લાગે છે. કારણ કે, IPCની કલમ 375 હેઠળ કોડીફાઇડ બળાત્કારની સામગ્રી તેને આવરી લેતી નથી. રેપ કેસની જામીન સુનાવણી દરમિયાન હાઈકોર્ટે આ મોટો નિર્ણય આપ્યો છે.

શું કહ્યું કોર્ટે ?

‌‌જસ્ટિસ પાણિગ્રહીએ કહ્યું કે, પોલીસ રેકોર્ડ દર્શાવે છે કે પુરુષ અને મહિલા એકબીજાને ઓળખતા હતા અને મેડિકલ રિપોર્ટ્સ દર્શાવે છે કે, બળજબરીથી શારીરિક સંબંધ બાંધવામાં આવ્યો નથી. કોર્ટે નીચલી કોર્ટના આરોપીઓને શરતી જામીન આપવાનો પણ આદેશ કર્યો છે. શરત હેઠળ  કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે, જામીન હેઠળના આરોપી તપાસ પ્રક્રિયામાં સહકાર આપશે અને પીડિતાને ધમકી આપશે નહીં.

શું હતો સમગ્ર મામલો ?

‌‌આ કેસની વિગત એવી છે કે, લગ્નના બહાને એક યુવકે મહિલા સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો. ત્યારબાદ આરોપી થોડા દિવસો બાદ ફરાર થઈ ગયો હતો. પીડિતાની ફરિયાદના આધારે આરોપીની ધરપકડ કરીને કોર્ટ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો. આ પછી નીચલી અદાલતે તેની જામીન અરજી ફગાવી દીધા પછી આરોપીએ હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો. કોર્ટે કહ્યું કે, જ્યારે મહિલાની મરજી વિરુદ્ધ સંબંધ બાંધવામાં આવે છે ત્યારે IPCની કલમ 375 હેઠળ બળાત્કાર માની શકાય છે.

Read more

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow