શું સાચે જ થઇ જાય છે પહેલી નજરમાં પ્રેમ? વહેમમાં ન રહેતા,સંશોધનમાં થયા ચોંકાવનારા ખુલાસા

શું સાચે જ થઇ જાય છે પહેલી નજરમાં પ્રેમ? વહેમમાં ન રહેતા,સંશોધનમાં થયા ચોંકાવનારા ખુલાસા

આપણે ઘણીવાર એવુ સાંભળીએ છીએ કે પ્રેમ કરવાનો નથી હોતો એતો થઇ જાય છે. ઘણા લોકો તો એવુ પણ કહે છે કે પહેલી નજરે જોતા જ કંઇક મનમાં થવા લાગે તે પ્રેમ. કોઇને આંખો જોઇને પ્રેમ થાય છે કે તો કોઇને માત્ર એક ઝલક જોઇને જ સામે વાળી વ્યક્તિ મનમા વસી જાય છે. કહેવાય છેને લવ એટ ફર્સ્ટ સાઇટ. જો કે આવુ તો માત્ર કહેવાનું જ હોય છે વાસ્તવિકતા તો કંઇક અલગ જ હોય છે.  એક સંશોધનમાં સામે આવ્યુ કે પહેલી નજરમાં પ્રેમ થાય તે વાતમાં કોઇ લોજીક નથી.  કારણ કે પ્રેમ પહેલી નહી ચોથી નજરમાં થાય છે આવો દાવો એક સંશોધનમાં કરવામાં આવ્યો છે.



પ્રેમ પહેલી નજરે થાય છે ?

રિસર્ચ મુજબ બે લોકો વચ્ચે પ્રેમમાં પડવા માટે આપણે 4 વાર મળવું પડે છે. આ સંશોધને એ હકીકતનું પણ ખંડન કર્યું છે કે પ્રેમ પહેલી નજરે જ થાય છે. આ માત્ર જુઠ્ઠાણું છે.

સંશોધકોએ એક અનોખો દાવો કર્યો

ન્યૂયોર્કની હેમિલ્ટન કોલેજના મનોવૈજ્ઞાનિકોએ એક સંશોધન કર્યું છે. મનોવૈજ્ઞાનિકોએ યુવાનોની ટીમ બનાવી હતી. આ દરમિયાન યુવક-યુવતીઓને એકબીજાની તસવીરો બતાવવામાં આવી હતી. સંશોધન ટીમે છોકરાઓ અને છોકરીઓના મગજને એક મોનિટર સાથે જોડ્યા જે તેમના મગજમાં અલગ-અલગ ચિત્રો પ્રત્યેના આકર્ષણને નક્કી કરી શકે.  

સંશોધનમાં ચોંકાવનારો દાવો

આ દરમિયાન, મનોવૈજ્ઞાનિકોએ જોયું કે પ્રથમ વખત ફોટો દર્શાવ્યા પછી મોનિટર પર થોડી હલચલ જોવા મળી હતી. ફોટો બીજી વખત બતાવવામાં આવ્યા પછી આકર્ષણનું રેટિંગ પહેલા કરતા ઘણું વધ્યું હતું. જ્યારે તેઓને ત્રીજી વખત ચિત્રો બતાવવામાં આવ્યા ત્યારે રેટિંગ્સ વધુ હતા અને વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યું કે જ્યારે તેઓને ચોથી વખત ચિત્રો બતાવવામાં આવ્યા ત્યારે ઉત્સાહ અને આનંદ માટે જવાબદાર સહભાગીઓના મગજનો ભાગ સક્રિય થઈ ગયો હતો. આવી સ્થિતિમાં, જો હવે કોઈ તમને કહે કે તમે પહેલી નજરમાં પ્રેમમાં પડ્યા છો, તો તેને ચોક્કસપણે આ હકીકતથી વાકેફ કરો.

Read more

રાજકોટ-જામનગર રોડ પર સાંઢિયાપુલની કામગીરી વખતે ટેકા ખસી જતા સ્લેબ નમી ગયો

રાજકોટ-જામનગર રોડ પર સાંઢિયાપુલની કામગીરી વખતે ટેકા ખસી જતા સ્લેબ નમી ગયો

જૂનાગઢના માંગરોળ તાલુકામાં બ્રિજનો સ્લેબ ધરાશાયી થયાના 17 દિવસમાં જ રાજકોટમાં નિર્માણાધીન બ્રિજમાં ગાબડું પડ્યું છે. રાજકોટ-જામનગર હાઈવે પર નિ

By Gujaratnow
ભારતમાં બનેલા iPhone પર અમેરિકામાં 25% ટેરિફ નહીં

ભારતમાં બનેલા iPhone પર અમેરિકામાં 25% ટેરિફ નહીં

ટ્રમ્પની નવી ટેરિફ નીતિ ભારતમાંથી અમેરિકા મોકલવામાં આવતા iPhones પર કોઈ અસર કરશે નહીં. અમેરિકન રાષ્ટ્રપતિએ 1 ઓગસ્ટ, 2025થી ભારતીય માલ પર 25% ટેરિફની જાહે

By Gujaratnow
અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં હ્યુમન ફેક્ટર સ્પેશિયાલિસ્ટ સામેલ

અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં હ્યુમન ફેક્ટર સ્પેશિયાલિસ્ટ સામેલ

કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન રાજ્યમંત્રી મુરલીધર મોહોલે ગુરુવારે સંસદમાં જણાવ્યું હતું કે અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં માનવ પરિબળ નિષ્

By Gujaratnow