ઘરમાં કબુતરનો માળો હોવો શુભ હોય છે કે અશુભ?, જાણો કબુતર સંંબંધી અન્ય વાસ્તુ સંકેત

ઘરમાં કબુતરનો માળો હોવો શુભ હોય છે કે અશુભ?, જાણો કબુતર સંંબંધી અન્ય વાસ્તુ સંકેત

સુખ અને શાંતિનુ પ્રતિક છે કબુતર

હિન્દુ ધર્મ અને વાસ્તુ શાસ્ત્રમાં ઘણી વસ્તુઓને શુભ અને અશુભ માનવામાં આવે છે. આ પરંપરાઓ સદીઓથી આ રીતે ચાલી રહી છે. આવી અમુક માન્યતાઓ પશુ-પક્ષીને લઇને છે. જેમાંથી એક છે કબુતર. સુખ અને શાંતિનુ પ્રતિક મનાતા કબુતરને લઇને મનમાં બે મત ચાલી રહ્યાં છે. વાસ્તુની દ્રષ્ટિએ કબુતરને માં લક્ષ્મીનુ ભક્ત માનવામાં આવે છે. એવામાં કબુતરનુ ઘરમાં આવવુ શુભ મનાય છે. તો અમુક લોકોનુ માનવુ છે કે કબુતરનુ ઘરમાં રહેવાથી દુર્ભાગ્ય વધે છે. જાણો કેટલાંક આવા કબુતર સંબંધી સંકેતો અંગે.

ઘરમાં માળો બનાવવો

સામાન્ય રીતે માનવામાં આવે છે કે ઘરમાં કબુતરનો માળો બનાવવો અશુભ હોય છે. ઘરની બાલકની અને છત પર માળો બનાવવાનો અર્થ છે કે તે પોતાની સાથે દુર્ભાગ્ય લઇને આવ્યું છે. એવામાં તેને તાત્કાલિક હટાવી દેવુ જોઈએ. નહીંતર વ્યક્તિએ અનેક પરેશાનીનો સામનો કરવો પડે છે. આ સાથે ઘરમાં રહેતા સભ્યોની પ્રગતિની સાથે આર્થિક તંગી પર ખરાબ અસર પડે છે.

બુધ અને ગુરૂ ગ્રહની સ્થિતિ થશે મજબુત

વાસ્તુ શાસ્ત્ર મુજબ માં લક્ષ્મીની કૃપા મેળવવા માટે કબુતરને દાણા અવશ્ય નાખવા જોઈએ. આમ કરવાથી કુંડળીમાં ગુરૂ અને બુધની સ્થિતિ પણ મજબુત થાય છે. આ સાથે ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધી જાય છે.

કબુતર સંંબંધી અન્ય વાસ્તુ સંકેત

અચાનક કબુતર મળી જાય

વાસ્તુ મુજબ જો બહાર જતી વખતે અચાનક કબુતર તમારી જમણી બાજુથી ઉડીને જાય તો તમારા ભાઈ અને પરિવારજનો માટે શુભ હોતુ નથી.

કબુતરની અવાજ જીવન બદલી શકે છે

વાસ્તુ શાસ્ત્ર મુજબ જો કબુતર દિવસના પ્રથમ પ્રહરમાં ગુટર ગૂં કરે તો તેનો અર્થ છે કે લાભ મળશે, ત્રીજા પ્રહરમાં લગ્ન અને પ્રેમ સંબંધી હોઇ શકે છે. પરંતુ ચોથા પ્રહરમાં ગુટર ગું કરવાથી કામમાં હાનિ પહોંચે છે.

Read more

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

ટ્રાફિક વ્યવસ્થા જાળવવા નિયત રૂટ પર ભારે વાહનો માટે પ્રવેશબંધી કરી વૈકલ્પિક રૂટ જાહેર કરાયા રાજકોટ, તા.૧૦ જાન્યુઆરી - વડાપ્રધાન નરે

By Gujaratnow
બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝને ગુરુવારે મોડી રાત્રે ઈ-મેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. લોક ભવનના વરિષ્ઠ અધિકા

By Gujaratnow