શું કોરોના વેક્સિનને કારણે આવે છે હાર્ટએટેક, નિષ્ણાંત ડોક્ટરોએ કરેલો ખુલાસો બધાએ જાણવા જેવો

શું કોરોના વેક્સિનને કારણે આવે છે હાર્ટએટેક, નિષ્ણાંત ડોક્ટરોએ કરેલો ખુલાસો બધાએ જાણવા જેવો

લખનઉમાં એક 26 વર્ષીય દુલ્હન અચાનક પડી ગઈ. હોસ્પિટલ લઈ જતા તેને મૃત જાહેર કરવામાં આવી. ત્યારે તેમાંએ દુલ્હનને હાર્ટ એટેક આવ્યો હોવાનું કારણ સામે આવ્યું. વારાણસીમાં લગ્ન દરમ્યાન મંદિરના બહાર ડાન્સ કરી રહેલા ફૂઆ અચાનક પડી ગયા અને તેમનું મૃત્યું થઈ ગયું. એ કેવી રીતે મૃત્યુ પામ્યા તેનું કારણ પણ હાર્ટ એટેક હતો. ત્યારે મધ્યપ્રદેશનાં મંદિરમાં પૂજા કરી રહેલો શખ્સ ઘણા સમય સુધી તે ઉભો થયો ન હતો. ત્યારે તે બેઠા બેઠા તેનો જીવ ખોઈ બેઠો હતો. તેની ઉંમર 35 વર્ષ હતી. છેલ્લા ઘણા સમયથી એવી ઘટનાઓ સામે આવી રહી છે. જેમાં અચાનક વ્યક્તિનું હાર્ટ એટેક આવવાથી મોત નિપજ્યું હોય. આ મૃત્યુ પાછળ શું કારણ છે તે બાબતે આવો જાણીએ...

25 થી 35 વયના લોકોમાં અચાનક મૃત્યુંનાં અનેક કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા‌‌શું 25 થી 35 વર્ષની વયના લોકોમાં અચાનક મૃત્યું અથવા હાર્ટ એટેક સામાન્ય ઘટના છે. શું ભૂતકાળમાં પણ આવા કિસ્સાઓ આવતા રહ્યા છે અને હવે સોશિયલ મીડિયાના કારણે સામાન્ય લોકો વધુ જાણકારી મળી રહી છે.

જ્યારે સિનિયર કાર્ડિયોલોજીસ્ટ આરતી દવે લાલચંદાનીએ આ સવાલનો જવાબ આપતા કહ્યું કે અચાનક મોતના ખૂબ જ ઓછા કેસ છે ખાસ કરીને યુવાઓમાં નહિવત છે. ડાન્સ કરતા અને જીમ કરતા સમયે મૃત્યું થવા પર ર્ડાક્ટરે કહ્યું કે આ લોકોમાં પહેલીથી કોઈ ખામી હોય છે.‌‌ખોરાકને સાચવવા રસાયણોનો ઉપયોગ કરવામાં આવે છે‌‌ ર્ડાક્ટર આરતીએ સલાહ આપી કે તણાવ સામે લડવા માટે તમારે સવારે વહેલા ઉઠીને પૂજા, હવન, યજ્ઞ, પ્રાર્થના કરવી જે તમને શાંતિ આપે છે. ઘણા ખાધ પદાર્થો એવા છે કે જેને સાચવવા માટે તેના પર રસાયણોનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યારે આ રસાયણનો ઉપયોગ પણ શરીરને નુકશાન કરે છે.

કોવિડ પછી કેસ વધ્યા
કોરોના પછી  હાર્ટ એટેકના કેસ વધ્યા તે અંગે હૈદરાબહાદના પલ્સ ઈન્સ્ટિટ્યુટના વરિષ્ઠ ઈન્ટરવેશનલ કાર્ડિયોલોજીસ્ટ ર્ડા.એમએસએસ મુખર્જીએ જણાવ્યું હતું કે રોગચાળા દરમ્યાન લોકોએ કસરત, સમજી વિચારીને ખાવું, બઉ સ્ટ્રેસ ન લેવો, ડાયાબિટીશ અને કોલોસ્ટ્રોલને કંટ્રોલ કરવો.

આ લક્ષણો દેખાય તો તેને અવગણશો નહી
જો તમને છાતીમાં દુખાવો થતો હોય તો તેને ગેસ કે અન્ય કોઈ કારણ સમજીને અવગણશો નહી. ર્ડાક્ટરની સલાહ તરત જ લેવી જોઈએ. તેમજ પગમાં સોજો, ચક્કર આવવા તેમજ છાતીમાં દુખાવો થતો હોય તો ર્ડાક્ટરની સલાહ જરૂર લો.‌

અવાર નવાર ર્ડાક્ટર પાસે ચેકઅપ કરાવવું જરૂરી
અવાર નવાર ર્ડાક્ટર પાસે જઈને ચેકઅપ કરાવવું. તેમજ તેનાથી બચવા માટે શું કરવું તે નક્કી કરવું જોઈએ અને રોજ 45 મિનિટ ચાલવું ખૂબ જરૂરી છે અને કામનો ખૂબ ટ્રેસ ન લેવો. તેમજ જંક ફૂડ તેમજ ધુમ્રપાન ન કરવું અને દારૂ પણ ન પીવો જોઈએ.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow