લીંબડી- સાયલા નજીક અકસ્માતમાં સિંચાઇ વિભાગના ડ્રાઇવરનું મોત

લીંબડી- સાયલા નજીક અકસ્માતમાં સિંચાઇ વિભાગના ડ્રાઇવરનું મોત

લીંબડી અને સાયલા નજીક ચાર દિવસ પૂર્વે કાર ડિવાઇડર સાથે અથડાતા કારચાલક રાજકોટ સિંચાઇ વિભાગના કોન્ટ્રાક્ટ બેઝના કર્મચારીનું ગંભીર ઇજા થવાથી મોત નીપજ્યું હતું, જ્યારે બે અધિકારીનો સામાન્ય ઇજા સાથે બચાવ થયો હતો.

નવલનગરમાં રહેતા અને સિંચાઇ વિભાગમાં કોન્ટ્રાક્ટ બેઝ પર ડ્રાઇવર તરીકે નોકરી કરતાં જિતેન્દ્રભાઇ મેરામભાઇ ડાભી ગત તા.23ના બે અધિકારીઓને સરકારી કારમાં બેસાડીને ગાંધીનગર ગયા હતા અને સાંજે ગાંધીનગરથી પરત રાજકોટ આવવા નીકળ્યા હતા, કાર લીંબડી અને સાયલા નજીક બોળિયા ગામના પાટિયા પાસે પહોંચી હતી ત્યારે કોઇ કારણસર કારચાલક જિતેન્દ્રભાઇએ સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો અને કાર ધડાકાભેર ડિવાઇડર સાથે અથડાઇ હતી, કારચાલક જિતેન્દ્રભાઇને ગંભીર ઇજા થતાં તેને સુરેન્દ્રનગર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, સોમવારે વધુ સારવાર માટે રાજકોટ હોસ્પિટલમાં ખસેડાયા હતા પરંતુ તેમનું મૃત્યુ થયું હતું. બંને અધિકારીને સામાન્ય ઇજા થઇ હતી.

જિતેન્દ્રભાઇ ત્રણ ભાઇ અને ત્રણ બહેનમાં નાના હતા અને તેને સંતાનમાં સાત વર્ષનો પુત્ર છે, પાંચ મહિના પૂર્વે જ જિતેન્દ્રભાઇ કોન્ટ્રાક્ટ બેઝ પર સિંચાઇ વિભાગમાં ડ્રાઇવર તરીકે નોકરી પર રહ્યા હતા, યુવાન પુત્રનાં મોતથી ડાભી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. બનાવ અંગે પોલીસે ધોરણસરની કાર્યવાહી કરી હતી.

જ્યારે અન્ય એક બનાવમાં મેટોડા જીઆઇડીસી વિસ્તારમાં મકાનની અગાશી પરથી પટકાતાં ત્રણ વર્ષની બાળકીનું મોત નીપજ્યું હતું. મેટોડાના ડાયમંડપાર્કમાં ભાડાના મકાનમાં રહેતા ઉત્તરપ્રદેશના વતની દીપક પાસવાનની ત્રણ વર્ષની પુત્રી કરિશ્મા ગત તા.23ના મકાનની અગાશીમાં રમતી હતી ત્યારે રમતાં રમતાં નીચે પટકાઇ હતી. બાળકીને ગંભીર ઇજા થતાં રાજકોટ હોસ્પિટલમાં ખસેડાઇ હતી જેનું સોમવારે સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું.

Read more

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

ટ્રાફિક વ્યવસ્થા જાળવવા નિયત રૂટ પર ભારે વાહનો માટે પ્રવેશબંધી કરી વૈકલ્પિક રૂટ જાહેર કરાયા રાજકોટ, તા.૧૦ જાન્યુઆરી - વડાપ્રધાન નરે

By Gujaratnow
બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝને ગુરુવારે મોડી રાત્રે ઈ-મેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. લોક ભવનના વરિષ્ઠ અધિકા

By Gujaratnow