ડે-કૅર સેન્ટરમાં અંધાધુંધ ફાયરિંગ, 24 બાળકો સહિત 36ના મોત

ડે-કૅર સેન્ટરમાં અંધાધુંધ ફાયરિંગ, 24 બાળકો સહિત 36ના મોત

થાઇલેન્ડમાં ગમગીનીનો માહોલ છે. અહીં ઉત્તર-પૂર્વ વિસ્તારમાં એક ડે-કૅર સેન્ટરમાં ગત દિવસોમાં ભરબપોરે બાળકોની નિર્મમ હત્યા કરવામાં આવી. બાળકોના શોકમાં પરિવારજનો મૃતદેહ પર ચોખા, રમકડા અને ફૂલો ચઢાવી રહ્યાં છે અને સામુહિક અંતિમ સંસ્કારની તૈયારીઓ કરવામાં આવી રહી છે.

6 ઓક્ટોબરના એ દિવસે ડે કૅર સેન્ટરમાં 3 વર્ષ સુધીના 11 બાળકો વર્ગમાં ચિત્ર દોરવામાં અને લખવામાં વ્યસ્ત હતા. 10 વાગ્યે શિક્ષકોએ હસતા-રમતા બાળકોના ફોટો વાલીઓને મોકલ્યા હતા. બે કલાક પછી એક પૂર્વ પોલીસ અધિકારી પન્યા કામરાબે ડે કૅર સેન્ટરમાં ઘૂસીને અંધાધુંધ ગોળીબાર શરૂ કરી દીધો. નજરે જોનારાઓના જણાવ્યા પ્રમાણે તેણે કેજીના ત્રણ ક્લાસમાં જતા પહેલા 8 મહિનાની સગર્ભા શિક્ષિકા સહિત અન્ય કર્મચારીઓને ગોળી મારી હતી. તેણે સૂઈ રહેલા બાળકોની પણ હત્યા કરી.

આ દરમિયાન 3 વર્ષની એમી બચી ગઈ. જો કે તે કેવી રીતે બચી એ સ્પષ્ટ નથી. તે પોતાના મિત્રોના મૃતદેહની બાજુમાંથી મળી આવી હતી. તેને પરિવારને સોંપી દેવામાં આવી છે. આ ઘટનામાં 24 બાળકો સહિત 36ના મોત થયા છે. એમીને જોયા બાદ 59 વર્ષીય દાદા સોમસાક શ્રીથોંગે જણાવ્યું કે એમીને તેડી ત્યારે લાગ્યું કે તેના બધા જ દોસ્તો ઉંઘી રહ્યા છે. બચાવ ટુકડીએ તેને બહાર કાઢી હતી. એમીની દાદીએ તેને કહ્યું કે તેના શિક્ષકોની સાથે સ્કૂલના બધા જ દોસ્તોના મોત થયા છે. હાલ ડે કૅર સેન્ટર બંધ છે.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow