ભારતીયોએ 611 ટન સોનાની જ્વેલરી ખરીદી

ભારતીયોએ 611 ટન સોનાની જ્વેલરી ખરીદી

વૈશ્વિક સ્તરે સોનાના વપરાશમાં ચીન બાદ ભારત બીજા ક્રમે રહ્યું છે. જ્વેલરીમાં ભારતીયોની માગ ઝડપભેર વધી રહી છે.  

સમગ્ર વિશ્વમાં ભારત બીજા નંબરનું સૌથી મોટું ગોલ્ડ જ્વેલરી કન્ઝ્યુમર રહ્યું છે. 2021માં ભારતે 611 ટન સોનાના દાગીના ખરીદ્યા હતા જ્યારે ચીને 673 ટન પછી બીજા ક્રમે રહ્યું હતું પરંતુ અન્ય તમામ સોનાનો વપરાશ કરતા બજારો કરતાં આગળ રહ્યું છે.  

ભારતમાં સોનાની જ્વેલરીની નિકાસ વર્ષ 2015માં 7.6 અબજ અમેરિકી ડોલરથી વધીને વર્ષ 2019માં 12.4 અબજ અમેરિકી ડોલર થઈ હતી જે 2025 સુધીમાં વધી 20 અબજ ડોલરને આંબી જશે તેવો અંદાજ છે.  

ગોલ્ડ જ્વેલરીમાં બ્રાઇડલ જ્વેલરીનું સૌથી વધુ પ્રભુત્વ છે અને ભારતમાં તેનો બજાર હિસ્સો 50થી 55 ટકા જેટલો છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલે ભારતીય વિશ્લેષણની સિરીઝના ભાગરૂપે તેનો રિપોર્ટ જ્વેલરી ડિમાન્ડ એન્ડ ટ્રેડ પ્રસિદ્ધ કર્યો છે.

છેલ્લા કેટલાક વર્ષોથી ગ્રાહકોની વર્તણૂકમાં બદલાવ પછી ભારતમાં સોનાના દાગીનાની માંગ અને મહત્વનું છે વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના ભારતના રિજનલ સીઈઓ સોમસુંદરમે જણાવ્યું કે ભારત સોનાના ઝવેરાતના બીજા સૌથી મોટા ગ્રાહક તરીકે વૈશ્વિક સોનાના બજારો માટે સમર્થનનો મજબૂત આધારસ્તંભ છે.  

ભારતમાં મધ્યમ વર્ગ સોનાનો મુખ્ય ગ્રાહક
ભારતીય સોનાના દાગીનાના વપરાશમાં દક્ષિણ ભારત પ્રભુત્વ ધરાવે છે, જે દેશની કુલ જ્વેલરી માંગમાં 40 ટકા હિસ્સો ધરાવે છે. વર્ષ 2021માં જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટમાં સોનાનો હિસ્સો 23 ટકા હતો.  

વર્ષ 2021માં ભારતમાંથી સોનાની જ્વેલરીની નિકાસમાં સાદા સોનાના દાગીનાની નિકાસનો હિસ્સો 38 ટકા હતો. છેલ્લા એક દાયકામાં ભારતની લગભગ 90 ટકા જ્વેલરી નિકાસ માત્ર પાંચ મુખ્ય બજારોમાં થઈ છે.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow