ભારતીય ટાયર ઇન્ડસ્ટ્રી 3 વર્ષમાં 1 લાખ કરોડના ટર્નઓવરને આંબશે

ભારતીય ટાયર ઇન્ડસ્ટ્રી 3 વર્ષમાં 1 લાખ કરોડના ટર્નઓવરને આંબશે

દેશની ટાયર ઇન્ડસ્ટ્રી આગામી ત્રણ વર્ષમાં નવી ક્ષમતાઓના વિસ્તરણને પગલે રૂ.1 લાખ કરોડના ટર્નઓવરને આંબશે તેવો આશાવાદ ઓટોમોટિવ ટાયર મેન્યુફેક્ચરર્સ એસોસિએશને વ્યક્ત કર્યો છે. છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન ક્ષમતાના વિસ્તરણ માટે ઇન્ડસ્ટ્રીમાં કુલ રૂ.35,000 કરોડનું રોકાણ થયું છે. આગામી પાંચ વર્ષમાં સૌથી ઝડપથી વિકસતા અર્થતંત્રમાં વધતી માંગને પહોંચી વળવા માટે નવી ક્ષમતાને ઉમેરાશે જેને કારણે ટર્નઓવરને પણ વેગ મળશે.

દેશમાં આર્થિક ગતિવિધિઓમાં તેજી તેમજ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ગ્રોથ માટેના સરકારના પગલાંઓને કારણે આગામી સમયમાં માંગને પણ વેગ મળે તેવી શક્યતા છે. નવી ક્ષમતાઓને કારણે અત્યારના રૂ.75,000 કરોડના ટર્નઓવરથી ઇન્ડસ્ટ્રી રૂ.1 લાખ કરોડના સિમાચિહ્નને પાર થશે તેવું ATMAએ જણાવ્યું હતું. ખાસ કરીને ટ્રક અને બસ રેડિયલ્સ તેમજ પેસેન્જર કાર રેડિઅલ્સના ટાયર સેગમેન્ટને સૌથી વધુ લાભ મળશે. ખાસ કરીને પડકારજનક સમય વચ્ચે પણ રોકાણ વધારવામાં આવ્યું છે.

કેટલાક બાહ્ય પરિબળો હજુ પણ પડકારજનક હોવા છતાં પણ સ્થાનિક સ્તરે ટાયર સેક્ટરના ગ્રોથ માટે કેટલાક સકારાત્મક પરિબળો મદદરૂપ થશે. ઓટો સેક્ટરના અનેકવિધ સેક્ટર્સ હવે કોવિડ પૂર્વેના સ્તરે પહોંચી રહ્યા છે. માંગ વધવાને કારણે તે શક્ય બન્યું છે. પેસેન્જર કાર સેગમેન્ટમાં SUVs તરફ વધતા પ્રાધાન્યને કારણે 16 ઇંચ વ્હીલ્સ અને તેની ઉપરના સાઇઝના ટાયરની માંગ અસાધારણ રીતે વધી છે.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow