ઓસ્ટ્રેલિયાની પાંચ યુનિવર્સિટીમાં ભારતીય વિદ્યાર્થીઓ પર પ્રતિબંધ

ઓસ્ટ્રેલિયાની પાંચ યુનિવર્સિટીમાં ભારતીય વિદ્યાર્થીઓ પર પ્રતિબંધ

બનાવટી અરજીઓમાં સતત થઇ રહેલા વધારાને પગલે ઓસ્ટ્રેલિયાની ઓછામાં ઓછી પાંચ યુનિવર્સિટીઓએ ભારતનાં કેટલાંક રાજ્યોના વિદ્યાર્થીઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવાની શરૂઆત કરી દીધી છે.

ઓસ્ટ્રેલિયામાં આ વર્ષે ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા વર્ષ 2019ના 75,000ના સર્વોચ્ચ આંકડાને પાર કરી શકે છે. ઓસ્ટ્રેલિયાનાં અખબારોમાં આ અંગેના અહેવાલો પ્રકાશિત કરાયા છે. આ અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે વિદ્યાર્થીઓની સંખ્યામાં વર્તમાન વધારાથી ઓસ્ટ્રેલિયન ઇમિગ્રેશન વ્યવસ્થા અને દેશની આકર્ષક આંતરરાષ્ટ્રીય શિક્ષણ વ્યવસ્થા પર સીધી રીતે અસર થઇ શકે છે. શિક્ષણ પર લાંબા ગાળાની અસરને લઇને સાંસદો અને શિક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોએ ચિંતા વ્યક્ત કરી છે.

વૈશ્વિક શિક્ષણ સંસ્થા નવિતાસના જાન ચ્યુએ કહ્યું છે કે આવનાર વિદ્યાર્થીઓની સંખ્યા અપેક્ષા કરતાં ખૂબ વધારે છે. તેમણે એમ પણ કહ્યું છે કે આ સંખ્યા ખૂબ વધારે હશે તે અંગે માહિતી હતી. જોકે, આની સાથે જ બોગસ દસ્તાવેજ સાથેના વિદ્યાર્થીઓની સંખ્યા પણ વધી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ સ્થિતિનો સામનો કરવા માટે કેટલીક યુનિવર્સિટી હવે પ્રતિબંધ લગાવી રહી છે. જે યુનિવર્સિટીઓ દ્વારા ભારતીય વિદ્યાર્થીઓની અરજી પર પ્રતિબંધ મૂક્યા છે તેમાં વિક્ટોરિયા યુનિવર્સિટી, એડિથ કોવાન યુનિવર્સિટી, વોલોંગોંગ યુનિવર્સિટી, ટોરેન્સ યુનિવર્સિટી, સાઉથ ક્રોસ યુનિવર્સિટીનો સમાવેશ થાય છે.

Read more

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow