મૂળ ભારતીય ટીકટોક સ્ટારનું કેનેડામાં માત્ર 21 વર્ષની વયે નિધન, સોશ્યલ મીડિયા ફેન્સને લાગ્યો ધ્રાસકો

ઈન્ડો-કેનેડિયન ટિકટૉકર મેઘા ઠાકુરનુ નિધન
ટિકટૉક પર 93,000 ફૉલોઅર્સવાળી બ્રેમ્પટન સ્થિત મેઘા ઠાકુરનુ ગયા અઠવાડિયે 21 વર્ષની ઉંમરમાં નિધન થયુ. તે મધ્ય પ્રદેશના ઈન્દોરમાં રહેતી હતી. મેઘાના માતા-પિતાએ ઈન્સ્ટા પર દુ:ખદ સમાચાર શેર કરતા લખ્યું, ભારે મનથી અમે આ દુ:ખદ સમાચારની જાહેરાત કરીએ છીએ. અમારી દયાળુ, સારસંભાળ રાખનારી અને સુંદર પુત્રી મેઘા ઠાકુર 24 નવેમ્બર 2022ના રોજ અચાનક ગુજરી ગઈ.

મેઘા ઠાકુરના મોતનુ કારણ સામે આવ્યું નથી
જો કે, તેના મોતનુ કારણ સામે આવ્યું નથી. મંગળવારે તેની સ્મૃતિમાં શ્રદ્ધાંજલિ સભાનુ આયોજન કરવામાં આવ્યું. એક પ્રશંસકે પોસ્ટના જવાબમાં લખ્યું, મેઘાને ખબર હતી કે તે પ્રભાવશાળી ક્ષેત્રમાં કેટલી તાકાત રાખે છે અને કેટલી મહિલાઓ તેમને જોવે છે. અમે એક પરીને ગુમાવી દીધી.