સેક્સ ક્ષમતા વધારવા ભારતીય પુરુષો ચોરી-છુપે કંઈક આવું કરી રહ્યાં છે, સર્વેમાં થયો ખુલાસો

સેક્સ ક્ષમતા વધારવા ભારતીય પુરુષો ચોરી-છુપે કંઈક આવું કરી રહ્યાં છે, સર્વેમાં થયો ખુલાસો

જયપુરમાં 87 ટકા પુરુષો જયારે ચંડીગઢમાં 62 ટકા પુરુષો સેક્સ ક્ષમતા વધારવા માટે આવી દવાઓનો ઉપયોગ કરે છે. જયપુરના લોકો માને છે કે આ વસ્તુને ખુબ વ્યક્તિગત છે જે જરુર પડવા પર જ ડોક્ટરને આ વાત બતાવે છે. સર્વેમાં છેલ્લું નિષ્કર્ષ નીકળ્યું કે 28 ટકા લોકો શારીરિક સંબંધ બનાવવા માટે વિયાગ્રા જેવી દવાઓનો સહારો લે છે.

લોકોમાં આવી જાગરૂકતા

ભારતમાં સેક્સ વિશે લોકો ખુલીને વાત કરવામાં ખચકાય છે જોકે  સર્વેમાં એ પણ સામે આવ્યું છે કે હવે લોકો તેમની સેક્સ સમસ્યાઓ ડોકટર સામે પહેલા કરતા વધુ ખુલીને કહે છે. લોકોમાં સેક્સ વિશે વધુ જાગરૂકતા પણ જોવા મળી રહી છે. અલગ અલગ પ્રકારની શારીરિક સમસ્યાઓની શું અસર પડે છે અને તેનું સમાધાન કઈ રીતે લાવી શકાય છે તેના પર લોકોમાં જાગરૂકતા આવી છે.

જરૂરી નથી કે લોકો માત્ર ફેન્ટેસી માટે જ વિયાગ્રા લેતા હોય

ઘણા લોકો ડાયાબીટીસ થયા બાદ સારી રીતે સેક્સ લાઈફ માણી શકતા નથી. જે બાદ ઘણી વખત ડોક્ટર દ્વારા જ આવી દવાઓ લેવાની સલાહ આપવામાં આવે છે જેથી આવી વ્યક્તિઓ પણ શારીરિક સુખ લઇ શકે. આમ જરૂરી નથી કે લોકો માત્ર ફેન્ટેસી માટે જ વિયાગ્રા લેતા હોય. પુરુષોમાં મર્દાનગીની કમીએ હૃદયની સમસ્યાઓનું પહેલું લક્ષણ હોઈ શકે છે એવામાં બની શકે કે મોટા ભાગના લોકો ડોકટરોની સલાહ પર જ આવી દવાઓનું સેવન કરતા હોય.

ભારતમાં વિયાગ્રા જેવી દવાઓનું વેચાણ 40 ટકા જેટલું વધી ગયું

ડોકટરોનું તો એમ પણ માનવું છે કે દિવસભર કામની ચિંતા કરવાથી પણ લોકોની સેક્સ લાઈફ પર અસર પડે છે. વર્ષ 2018માં થયેલા એક સર્વે અનુસાર ભારતમાં વિયાગ્રા જેવી દવાઓનું વેચાણ 40 ટકા જેટલું વધી ગયું છે. આવી દવાઓના ઉપયોગ કરતા પહેલા એકવાર ડોકટરોથી સલાહ લેવી હિતાવહ છે. ઘણા લોકો સ્ટ્રેસની અસર તેમની રોમાન્ટિક લાઈફ પર ન પડે તે માટે વિયાગ્રા લેતા હોય છે.

ભારતમાં હજુ પણ લોકો વર્જિનિટીને ખુબ મહત્વ આપે છે

ઓલ ઈન્ડિયા ઓર્ગેનાઈઝેશન ઓફ કેમિસ્ટ એન્ડ ડ્રગીસ્ટ મુજબ છેલ્લા આઠ વર્ષોમાં વિયાગ્રા સંબંધિત દવાઓ વેચનાર નવ લાખ કેમિસ્ટ વધ્યા છે. જુન 2010માં 18000 ડ્રગ યુનિટ વેચાયા હતા જયારે 2018માં તે વધીને 26000 યુનિટ પર પહોચી ગયું હતું. આ સિવાય આ સર્વેમાં ચોંકાવનારા ખુલાસા થયા છે કે 33 ટકા લોકો અઢાર વર્ષ પહેલાં જ શારીરિક સંબંધ બાંધ્યો હતો. જ્યારે ભારતમાં હજુ પણ લોકો વર્જિનિટીને ખુબ મહત્વ આપે છે, 53 ટકા લોકોએ માન્યું કે તે વર્જિનિટીને ખુબ ગંભીર વિષય માને છે.

Read more

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

ટ્રાફિક વ્યવસ્થા જાળવવા નિયત રૂટ પર ભારે વાહનો માટે પ્રવેશબંધી કરી વૈકલ્પિક રૂટ જાહેર કરાયા રાજકોટ, તા.૧૦ જાન્યુઆરી - વડાપ્રધાન નરે

By Gujaratnow
બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝને ગુરુવારે મોડી રાત્રે ઈ-મેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. લોક ભવનના વરિષ્ઠ અધિકા

By Gujaratnow