એશિયા કપમાં ભારત-પાકિસ્તાનની મેચ, જય શાહે જાહેર કર્યું ACCનું બે વર્ષનું કેલેન્ડર

એશિયા કપમાં ભારત-પાકિસ્તાનની મેચ, જય શાહે જાહેર કર્યું ACCનું બે વર્ષનું કેલેન્ડર

ક્રિકેટ ફેન્સ માટે ખુશીના સમાચાર આવી રહ્યા છે. જેમાં એશિયા કપ 2023 માં ભારત અને પાકિસ્તાનની ટીમ એક વખત ફરી આમને-સામને હશે. આ જાણકારી એશિયન ક્રિકેટ કાઉન્સીલનાં અધ્યક્ષ જય શાહે તેમના ટ્વિટરના માધ્યમથી  આપી છે.  જય શાહે વર્ષ 2023 અને 2024 માં ટીમ ઈન્ડિયા દ્વારા સમગ્ર કાર્યક્રમ રજૂ કરી દીધો છે. જેથી ક્રિકેટ પ્રેમીઓ એક વખત ફરી મેદાન પર ભારત-પાકિસ્તાન વચ્ચેનો મહામુકાબલો જોઈ શકશે.  આ વખતે એશિયા કપ પાડોશી દેશ પાકિસ્તાનમાં રમાવાનો છે.  એશિયા કપ 2023  ને લઈને પહેલા જ બંને દેશો વચ્ચે એકબીજા પર આક્ષેપબાજી થઈ ચૂકી છે. જય શાહે સ્પષ્ટ કીધું છે કે ટીમ ઈન્ડિયા એશિયા કપ રમવા માટે પાકિસ્તાન નહી જાય.

જય શાહના નિવેદનને લઈને પાકિસ્તાન ધૂઆપૂઆ

જય શાહના નિવેદનને લઈને પાકિસ્તાન ધૂઆપૂઆ થઈ જવા પામ્યું છે.  આના જવાબમાં પૂર્વ પીસીબી ચેરમેન રમીઝ રાજાએ કહ્યું હતું કે પાકિસ્તાન- ભારતમાં થનાર વર્લ્ડ કપમાં ભાગ નહી લે. ત્યારે હાલમાં તો  વિવાદ ગરમાયો છે. જેથી કોઈ નિર્ણય થયો નથી કે એશિયા કપ પાકિસ્તાનમાં રમાશે કે નહી. એશિયા કપ 2023 ની વાત કરીએ તો સપ્ટેમ્બરમાં આ ટૂર્નામેન્ટ રમાશે. આ વખતે એ અને બી ગ્રુપ 2 જ ગ્રુપ રાખવામાં આવ્યા છે. ત્યારે આ ખાસ વાત એ છે કે ભારત અને પાકિસ્તાન બંને એ ગ્રુપમાં છે. તે સિવાય બી ગ્રુપમાં શ્રીલંકા, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન હશે.

ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે શ્રીલંકાની ટીમ એશિયા કપમાં વિજેતા રહી હતી. શ્રીલંકાએ ફાઈનલ મેચમાં પાકિસ્તાનને હરાવ્યું હતું. વર્ષ 2022 માં એશિયા કપ યુએઈમાં રમાયો હતો. ત્યારે ગત એશિયા કપમાં ટીમ ઈન્ડિયાનું પ્રદર્શન ખૂબ જ નિરાશાજનક હતું. ટીમ ઈન્ડિયા સુપર-4 રાઉન્ડમાં પણ જગ્યા બનાવી શકી ન હતી. જેના માટે ચાહકોનો ગુસ્સો પણ જોવા મળ્યો હતો.

ગયા વર્ષે એશિયા કપમાં બે વખત ભારત-પાકિસ્તાન અમને-સામને હતી

ભારત અને પાકિસ્તાનની ક્રિકેટ ટીમો ગયા વર્ષે  એશિયા કપ અને T20 વર્લ્ડ કપમાં આમને-સામને હતી. એશિયા કપમાં બે વખત મેચ રમાઈ ચૂકી છે.  જેમાં એક વખત ટીમ ઈન્ડિયા અને એક વખત પાકિસ્તાન જીત્યું હતું. ત્યારબાદ ટી-20 વર્લ્ડ કપમાં જ્યારે પાકિસ્તાન સામે આવ્યું ત્યારે વિરાટની બહાદુરીના કારણે ભારતે જીતનો ઝંડો લહેરાવ્યો હતો.

Read more

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

ટ્રાફિક વ્યવસ્થા જાળવવા નિયત રૂટ પર ભારે વાહનો માટે પ્રવેશબંધી કરી વૈકલ્પિક રૂટ જાહેર કરાયા રાજકોટ, તા.૧૦ જાન્યુઆરી - વડાપ્રધાન નરે

By Gujaratnow
બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝને ગુરુવારે મોડી રાત્રે ઈ-મેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. લોક ભવનના વરિષ્ઠ અધિકા

By Gujaratnow