ભારત-ન્યૂઝીલેન્ડ પહેલી વન-ડે

ભારત-ન્યૂઝીલેન્ડ પહેલી વન-ડે

ન્યૂઝીલેન્ડ અને ભારત વચ્ચેની 3 મેચની વન-ડે સિરીઝની પહેલી મેચ આજે ઓકલેન્ડના ઈડન પાર્કમાં રમાઈ રહી છે. જેમાં ન્યૂઝીલેન્ડે ટૉસ જીતીને પહેલા ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો છે. જેમાં ટીમ ઈન્ડિયાના ઓપનર્સે શાનદાર શરૂઆત અપાવી હતી. ટીમ ઈન્ડિયાએ પાવરપ્લે સુધીમાં વિના વિકેટે 40 રન બનાવ્યા હતા. આ પછી બન્ને ઓપનર્સે ટીમના સ્કોરકાર્ડને ફરતું રાખ્યું હતું અને બન્ને વચ્ચે 21 ઓવર સુધીમાં 100+ની પાર્ટનરશિપ થઈ હતી. કેપ્ટન શિખર ધવને પોતાના વન-ડે કરિયરની 39મી ફિફ્ટી ફટકારી હતી.

શુબમન ગિલ 50 રન કરીને લોકી ફર્ગ્યુસનની બોલિંગમાં આઉટ થયો હતો. શિખર ધવન પણ 77 બોલમાં 72 રન બનાવીને આઉટ થયા હતા. ટિમ સાઉધીએ તેમની વિકેટ લીધી હતી. ઓપનર્સે શાનદાર શરૂઆત અપાવી હતી. જોકે તેઓ બન્ને આઉટ થતા, ટીમની ઇનિંગ ધીમી થઈ ગઈ હતી. લોકી ફર્ગ્યુસને એક જ ઓવરમાં બે વિકેટ લેતા પહેલા રિષભ પંત અને પછી સૂર્યકુમાર યાદવને આઉટ કર્યો હતો. લોકી ફર્ગ્યુસને અત્યારસુધીમાં આ ત્રીજી વિકેટ લીધી હતી.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow