ભારત સેમિફાઈનલમાં પહોંચનારી પહેલી ટીમ

ભારત સેમિફાઈનલમાં પહોંચનારી પહેલી ટીમ

શાનદાર ફોર્મમાં ચાલી રહેલી ટીમ ઈન્ડિયાએ વર્લ્ડ કપમાં શ્રીલંકાને 302 રને હરાવ્યું હતું. વર્લ્ડ કપના ઈતિહાસમાં ભારતની આ અત્યાર સુધીની સૌથી મોટી જીત છે.

ભારતે 16 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો છે. ટીમે 2007માં બર્મુડાને 257 રનથી હરાવ્યું હતું. ભારતે આ વર્લ્ડ કપમાં સતત સાતમી મેચ જીતી છે અને સેમિફાઈનલમાં પોતાનું પ્રથમ સ્થાન મેળવ્યું છે. ભારતના 7 મેચમાં 14 પોઇન્ટ્સ છે અને ટીમ ટુર્નામેન્ટમાં અજેય છે.

મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં પ્રથમ બેટિંગ કરતા ભારતે 8 વિકેટે 357 રન બનાવ્યા હતા. બીજી ઇનિંગમાં ભારતીય બોલરોએ શ્રીલંકાને 19.4 ઓવરમાં 55 રનમાં ઓલઆઉટ કરી દીધું હતું.

ટીમ ઈન્ડિયા તરફથી મોહમ્મદ શમીએ 5, મોહમ્મદ સિરાજે 3 અને જસપ્રીત બુમરાહે 1 વિકેટ ઝડપી હતી. સ્પિનર ​​રવીન્દ્ર જાડેજાને એક વિકેટ મળી હતી. આ પહેલાં શુભમન ગિલ (92 બોલમાં 92 રન), વિરાટ કોહલી (94 બોલમાં 88 રન) અને શ્રેયસ અય્યર (56 બોલમાં 82 રન) સદી ફટકારવામાંથી ચૂકી ગયા હતા.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow