ભારતમાં પણ દેવાનું સ્તર ચીન જેટલું ઊંચું, પરંતુ જોખમ આંશિક છે: IMF

ભારતમાં પણ દેવાનું સ્તર ચીન જેટલું ઊંચું, પરંતુ જોખમ આંશિક છે: IMF

ભારત પર ચીનની માફક ઊંચું દેવું છે પરંતુ તેની સાથે સંકળાયેલું જોખમ તેના ઉત્તરમાં સ્થિત પાડોશી જેટલું વધારે નથી. ભારતે મધ્યમ ગાળા દરમિયાન ખાધને ઘટાડવા માટે મહત્વાકાંક્ષી ફિસ્કલ કોન્સોલિડેશન પ્લાન પર વધુ ફોકસ કરવા માટેનું સૂચન IMFના વરિષ્ઠ અધિકારીએ કર્યું હતું.

ભારતમાં અત્યારે દેવાનું સ્તર ઊંચું છે. તે ચીનની તુલનામાં જીડીપીના 81.9% છે, જ્યારે ચીનનું દેવુ જીડીપીના 83% છે. તદુપરાંત જો આપણે ભારતના કોવિડ પૂર્વેના એટલે કે વર્ષ 2019ના દેવાની વાત કરીએ તો તે 75% છે. એટલે તે ઊંચા સ્તરે જ છે તેવું IMFના વરિષ્ઠ અધિકારી રુડ ડે મુજે જણાવ્યું હતું. વર્ષ 2023માં દેશની ખાધ 8.8% રહેવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે. ભારતમાં વ્યાજ પર વધુ ખર્ચને કારણે તેનો હિસ્સો વધુ છે. તેઓ પોતાના દેવા પર વધુ વ્યાજની ચૂકવણી કરે છે. જીડીપના 5.4% હિસ્સાની ચૂકવણી તો વ્યાજની ચૂકવણી કરવા માટે થાય છે અને પ્રાથમિક ખાધનું સ્તર 3.4% છે. એટલે તે બંને મળીને કુલ ખાધ અંદાજે 8.8%ની આસપાસ થાય છે.

દેશનું દેવાનું સ્તર ચીનની માફક વધે તેવી શક્યતા નથી. પરંતુ વાસ્તવમાં, તે વર્ષ 2028 સુધીમાં 1.5% ઘટી 80.4% રહેવાની શક્યતા છે. તેનું કારણ એ છે કે ભારતમાં ગ્રોથ નોંધપાત્ર છે. ભારત એવા દેશમાંથી છે જ્યાં ઊચ્ચ વૃદ્ધિદર જોવા મળે છે. ડેટ થી જીડીપીના ગુણોત્તર માટે તે ખૂબ જ મહત્વપૂર્ણ છે. કેટલાક પરિબળોને કારણે જોખમમાં ઘટાડો થયો છે.

Read more

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow