રોગ પ્રતિકારક શક્તિ વધશે તો કબજિયાત અને અપચામાં ફાયદાકારક, જાણો કોકમ ખાવાની સાચી રીત

રોગ પ્રતિકારક શક્તિ વધશે તો કબજિયાત અને અપચામાં ફાયદાકારક, જાણો કોકમ ખાવાની સાચી રીત

અનેક મસાલા તો સ્વાદમાં તો વધારે કરે છે પરંતુ હેલ્થ માટે ફાયદાકારક રહેશે. કોકમ એક ઔષધીય ફળ છે. તેનું બોટનિકલ નામ ગાર્સિનિયા ઇન્ડિકા છે. તેમાં ગારસીનોલ અને હાઈડ્રોક્સાઈટ્રીક એસિડ જોવા મળે છે,  

તેથી તે વજન ઘટાડવામાં મદદરૂપ છે. કેલરી ઓછી અને ફાઈબરથી ભરપૂર હોવાને કારણે કોકમ હૃદય માટે ફાયદાકારક છે. તે એક શક્તિશાળી એન્ટી ઑકિસડન્ટ છે. આયુર્વેદાચાર્ય અમિત સેન જણાવી રહ્યા છે કોકમ ખાવાના ફાયદા.  

હેલ્ધી લીવર માટે કોકમ ખાઓ
કોકમમાં ગારસીનોલ હોય છે, જે એક બાયોએક્ટિવ કમ્પાઉન્ડ છે જે એન્ટીઑકિસડન્ટ, એન્ટી-બેક્ટેરિયલ અને એન્ટી ફંગલ તરીકે કામ કરે છે. કોકમ લીવરને સ્વસ્થ બનાવે છે. NCBI (નેશનલ સેન્ટર ફોર બાયોટેક્નોલોજી ઈન્ફોર્મેશન)ની વેબસાઈટ પર પ્રકાશિત મેડિકલ રિસર્ચમાં પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, કોકમનું સેવન લીવર સંબંધિત સમસ્યાઓથી છુટકારો મેળવવામાં મદદ કરે છે.

પેટ ખરાબ છે તો કોકમ ખાઓ
જો ઝાડાની સમસ્યા હોય તો કોકમનો ઉપયોગ કરવામાં આવે તો રાહત થઇ શકે છે. કોકમ ફળમાં એવા ગુણ હોય છે જે નાથી ઝાડાને કંટ્રોલ કરી શકાય છે. જે લોકોને વારંવાર ઝાડાની સમસ્યા થતી હોય તો કોકમનો રસ પીવો જોઈએ. જો પાચન સંબંધી સમસ્યા હોય તો કોકમનું સેવન કરો. પેટ ફૂલવું, કબજિયાત અને અપચોમાં પણ કોકમ ખાવાથી ફાયદો થાય છે.

રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે
કોકમ ખાવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે. કોકમમાં રહેલા ગુણો શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. આ સ્થિતિમાં એવું કહી શકાય કે નબળી રોગપ્રતિકારક શક્તિને કારણે જે લોકો વારંવાર બીમાર રહે છે તેમના માટે કોકમ ફાયદાકારક માનવામાં આવે છે.  

પાઈલ્સમાં ફાયદાકારક
કોકમ ખાવાથી પાઈલ્સમાં ફાયદો થાય છે. કોકમમાં એન્ટી-પાઈલ્સ ગુણ હોય છે. કોકમની છાલ અને ઝાડના પાનનો રસ પીવાથી પણ ફાયદો થાય છે.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow