બાળકોને હેલ્ધી રાખવા માટે ડાયટમાં સામેલ કરો આ સુપરફૂડ, મળશે ચોક્કસ રિઝલ્ટ

બાળકોને હેલ્ધી રાખવા માટે ડાયટમાં સામેલ કરો આ સુપરફૂડ, મળશે ચોક્કસ રિઝલ્ટ

આજકાલ બાળકો બહારનુ જમવાનુ પસંદ કરે છે, પરંતુ તેમાં ન્યુટ્રિશિયન્સની કમી હોય છે, જે તેમના આરોગ્ય માટે હાનિકારક છે. બાળકોને તેમાંથી પુરુ પોષણ મળતુ નથી. સ્વસ્થ રહેવા માટે જરુરી છે કે બાળકોને પૌષ્ટિક આહાર આપવામાં આવે. બાળકોના સારા આરોગ્ય માટે દરેક માતાઓ ખુબ ચિંતિત રહેતી હોય છે.

દહીં

દહીં કેલ્શિયમથી ભરપુર હોય છે અને તે હાડકા મજબુત બનાવે છે. ખોટુ જમવાના કારણે બાળકોનુ પેટ ખરાબ થઇ જાય છે, પરંતુ દહીં બાળકોના પાચનને યોગ્ય રાખવામાં મદદ કરે છે. બાળકોને રોજ એક કપ દહીં ખવડાવવુ જોઇએ. દહીંમા કેળુ મેશ કરીને તેમને ખવડાવી શકો છો.

સુકો મેવો

સુકા મેવા શરીરમાં ઉર્જા લાવે છે. રમતા બાળકોએ ખાસ તેનુ સેવન કરવુ જોઇએ. સુકા મેવામાં કિશમિશ, કાજુ , બદામ અને અખરોટ આપી શકાય. જો બાળકો તે ખાવાનુ પસંદ ન કરે તો તેમને ખીર કે હલવામાં તે નાખીને ખવડાવો. તમે તે કોઇ પણ સમયે તેમને ખાવા આપી શકો છો.

ફળ

ફળોમાં એન્ટીઓક્સિડન્ટ હોય છે અને તે બિમારીઓથી બચાવે છે, તેથી બાળકોને જેમ બને તેમ ફળ વધુ ખવડાવવા જોઇએ. તેમને કેળા, સ્ટ્રોબેરી, દ્રાક્ષ, સફરજન જેવા ફળો ખવડાવવા જોઇએ. બાળકોને જમવાના બે કલાક પહેલા સફરજન ખવડાવો. તમે તેમને નાસ્તામાં સફરજન ખવડાવી શકો છો. તેનાથી બાળકોને જલ્દી ભુખ નહીં લાગે. બાળકોને અલગ અલગ રંગના ફળ ખવડાવવા જોઇએ.

પનીર

કેટલાક બાળકો શાકભાજી ખાવાનુ પસંદ કરતા નથી. આ કારણે તેમને પ્રોટીન અને કેલ્શિયમ મળી શકતુ નથી. આવા બાળકો માટે પનીર બહુ ફાયદાકારક છે. તેમાં પ્રોટીન અને કેલ્શિયમ ઘણી માત્રામાં હોય છે. તેને બ્રેડની સાથે કે રોટી પર લગાવીને પણ ખાવા આપી શકાય છે. પનીર વધારે પડતુ પણ ન ખાવુ.

શક્કરિયા

શક્કરિયા પોષકતત્વોથી ભરપુર હોય છે. તેના મીઠા સ્વાદના કારણે બાળકો તેને ખાવાનુ પસંદ કરે છે. તેને ઉકાળીને બાળકોને દુધની સાથે આપી શકો છો. તેમાં વિટામીન એ હોય છે, જે બાળકોની આંખોને સ્વસ્થ રાખે છે. આ ઉપરાંત બાળકોને લીલા શાકભાજી, ઘઉંની રોટલી, દલિયા, ટામેટા પણ ખવડાવો. તે પણ પોષકતત્વોથી ભરપુર હોય છે.

Read more

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

ટ્રાફિક વ્યવસ્થા જાળવવા નિયત રૂટ પર ભારે વાહનો માટે પ્રવેશબંધી કરી વૈકલ્પિક રૂટ જાહેર કરાયા રાજકોટ, તા.૧૦ જાન્યુઆરી - વડાપ્રધાન નરે

By Gujaratnow
બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝને ગુરુવારે મોડી રાત્રે ઈ-મેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. લોક ભવનના વરિષ્ઠ અધિકા

By Gujaratnow