ઉત્તરાયણ પર અકસ્માતની ઘટનાઓ

ઉત્તરાયણ પર અકસ્માતની ઘટનાઓ

મહેસાણા જિલ્લામાં ઉતરાયણના પર્વ પર 108 એમ્બ્યુલન્સને ધાબેથી પડી જવાના 5 કેસ, રોડ અકસ્માતના 11 કેસ મળ્યા હતા. જેથી 108 એમ્બ્યુલન્સ દ્વારા ઘાયલોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ સુધી પહોંચાડવામાં આવ્યાં હતા.
ઉતરાયણ પર્વની મહેસાણા જિલ્લામાં લોકોએ ધામધૂમથી ઉજવણી કરી હતી. જોકે. અનેક સ્થળે માર્ગ અકસ્માત, દોરીથી ઘવાઈ જવાના કેસ 108 એમ્બ્યુલન્સને મળ્યા હતા. જેથી 108ના કર્મીઓએ તાત્કાલિક સ્થળ પર જઇ ઈજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર આપી હોસ્પિટલ સુધી પહોંચતા કર્યા હતા.

​​​​​​​સતલાસણામાં બાળકીને દોરી વાગતા ઈજાગ્રસ્ત
આજે સતલાસણા તાલુકામાં આવેલા વઘાર ગામની બાળકીને પતંગની દોરી વાગતા ઘાયલ થઈ હતી. જેથી0 પરિવારે 108ને જાણ કરતા એમ્બ્યુલન્સ તાત્કાલિક ગામે દોડી આવી હતી. બાળકીને પ્રાથમિક સારવાર આપી સતલાસણા આરોગ્ય કેન્દ્રમાં વધુ સારવાર માટે ખસેડવામાં આવી હતી.

​​​​​​​બોરીસાના ગામે બાઈક ચાલક યુવકના ગળે દોરી વિંટાઈ
મહેસાણા જિલ્લામાં ઉતરાયણના દિવસ દરમિયાન અમદાવાદથી બાઈક લઇ બેચરાજી જઇ રહેલા હેમંત સોલંકીને કડી તાલુકાના બોરીયાવી નજીક ગળાના ભાગે 2 ઇંચ જેટલો દોરો ઘુસી ગયો હતો. બાદમાં 108 મારફતે કડી ભાગ્યોદય હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.

​​​​​​​જિલ્લામાં માર્ગ અકસ્માતના 11 કેસ
મહેસાણા જિલ્લા 108 અધિકારી જૈમીન પ્રજાપતિએ દિવ્ય ભાસ્કરને જણાવ્યા પ્રમાણે ઉતરાયણના દિવસે 108 એમ્બ્યુલન્સ દ્વારા જિલ્લામાં દોરી વાગવાના 2 કેસ, રોડ અકસ્માત ના 11 કેસ, ધાબે થી પડી જવાના 5 કેસ અને મારામારીના 4 કેસ આજે સાંજે 5 કલાક સુધી 108 એમ્બ્યુલન્સને મળ્યા હતા.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow