સુરતમાં ફરી ગ્રીષ્મા હત્યા કેસ જેવો બનાવ:

સુરતમાં ફરી ગ્રીષ્મા હત્યા કેસ જેવો બનાવ:

સુરતમાં થોડા સમય અગાઉ ગ્રીષ્મા નામની યુવતીની તેના પ્રેમીએ સરાજાહેર હત્યા નિપજાવી હતી. આ ઘટનાને લઈને રાજ્યભરમાં ઘેરા પડઘા પડ્યા છે ત્યારે સુરતમાં ફરી એક વખત ગ્રીષ્મા હત્યા કેસ જેવો બનાવ સામે આવતા ચકચાર મચી જવા પામી છે. જેમાં પૂર્વ પ્રેમી કાળ બનીને યુવતી પર ત્રાટક્યો હતો અને યુવતીને ગળા પર કટર ફરવી દેતા યુવતીને ગંભીર ઇજા થવા પામી હતી. જેને લઈને દેકારો બોલી ગયો હતો.

યુવતીએ પ્રેમ સંબંધ તોડી નાખતા આરોપી અકળાયો

આ અંગે જાણવા મળતી વિગત અનુસાર સુરતના ઉમરપાડાના જીઆઇડીસી વિસ્તારમાં રહી યુવતી નોકરી કરતી હતી. આ દરમિયાન 2019માં યુવતીની ઓળખ આરોપી રામસિંહ સાથે થઈ હતી. ત્યારબાદ ત્રણ વર્ષ અગાઉ બન્ને વચ્ચે પ્રેમ પાંગળ્યો હતો. જોકે આ દરમિયાન આરોપી અવારનવાર ઝઘડા કરી અને યુવતીને ટોર્ચર કરતો હતો. જેને પગલે યુવતીએ પ્રેમ સંબંધ તોડી નાખ્યો હતો. આથી ધરાર પ્રેમી અકળાયો હતો અને આરોપી પ્રેમસંબંધ રાખવા યુવતીને દબાણ કરતો હતો.આ બાબતે બન્ને વચ્ચે માથાકૂટ થઇ હતી. અગાઉ પણ આરોપીએ યુવતી પર જાહેરમાં માથાકૂટ કરી હતી. જોકે તે સમયે લોકોનું ટોળું એકઠું થતા આરોપી ભાગી છૂટ્યો હતો.

સચિનના સુડા વિસ્તારમાં કર્યો હુમલો

ત્યારબાદ ફરી બુધવારે યુવતી નોકરી પર જતી હતી. આ વેળાએ તેને અટકાવી આરોપી રામસિંહે ઝઘડો કર્યો હતો. જે દરમિયાન એકદમ ઉશ્કેરાઈ ગયેલા આરોપીએ ધારદાર કટર વડે સગીરાના ગળાના ભાગે ઘા ઝીંકી દેતા યુવતીને ગંભીર ઇજા થવા પામી હતી. આથી યુવતનીએ લોહીલુહાણ હાલતમાં સારવાર અર્થે ખસેડવામાં આવી છે. બીજી બાજુ આ અંગે સચિન પોલીસને જાણ થતાં પોલીસે સ્ટાફ દોડી આવ્યો હતો અને મામલાની તપાસ હાથ ધરી ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી લીધો છે. હાલ આ મુદ્દો કાર્યવાહી ચાલી રહી છે.

Read more

રાજકોટ-જામનગર રોડ પર સાંઢિયાપુલની કામગીરી વખતે ટેકા ખસી જતા સ્લેબ નમી ગયો

રાજકોટ-જામનગર રોડ પર સાંઢિયાપુલની કામગીરી વખતે ટેકા ખસી જતા સ્લેબ નમી ગયો

જૂનાગઢના માંગરોળ તાલુકામાં બ્રિજનો સ્લેબ ધરાશાયી થયાના 17 દિવસમાં જ રાજકોટમાં નિર્માણાધીન બ્રિજમાં ગાબડું પડ્યું છે. રાજકોટ-જામનગર હાઈવે પર નિ

By Gujaratnow
ભારતમાં બનેલા iPhone પર અમેરિકામાં 25% ટેરિફ નહીં

ભારતમાં બનેલા iPhone પર અમેરિકામાં 25% ટેરિફ નહીં

ટ્રમ્પની નવી ટેરિફ નીતિ ભારતમાંથી અમેરિકા મોકલવામાં આવતા iPhones પર કોઈ અસર કરશે નહીં. અમેરિકન રાષ્ટ્રપતિએ 1 ઓગસ્ટ, 2025થી ભારતીય માલ પર 25% ટેરિફની જાહે

By Gujaratnow
અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં હ્યુમન ફેક્ટર સ્પેશિયાલિસ્ટ સામેલ

અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં હ્યુમન ફેક્ટર સ્પેશિયાલિસ્ટ સામેલ

કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન રાજ્યમંત્રી મુરલીધર મોહોલે ગુરુવારે સંસદમાં જણાવ્યું હતું કે અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં માનવ પરિબળ નિષ્

By Gujaratnow