વડોદરામાં સગીરાને ભગાડી જનાર યુવાનના પરિવારજનોએ સગીરાના ઘરે જઇ તોફાન મચાવ્યું

વડોદરામાં સગીરાને ભગાડી જનાર યુવાનના પરિવારજનોએ સગીરાના ઘરે જઇ તોફાન મચાવ્યું

એક માસ પહેલાં સગીરાને ભગાડી જનાર યુવાનના પરિવારજનો સાથે સમાધાન થઇ ગયું હતું. સમાધાન પછી યુવાને પુનઃ સગીરાને હેરાનગતિ કરવાનું ચાલુ રાખ્યું હતું. દરમિયાન યુવાનને સગીરાના ભાઇએ ઠપકો આપતા રોષે ભરાયેલા યુવાન અને તેના પરિવારજનોએ સગીરાના ઘરે જઇ તોફાન મચાવ્યું હતું. યુવાનની માતાએ સગીરાના ઘરે જઇ સગીરાના પરિવારને ચિમકી આપી કે, 'સમજી જાવ નહીં તો બીજીવાર મારો દીકરો ભગાડી જશે', આ બનાવ અંગે તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

સમાધાન થઇ ગયું હતું‌‌

તાલુકા પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ મુજબ વિગત એવી છે કે, શહેરના લક્ષ્મીપુરા વિસ્તારમાં રહેતા પરિવારની 16 વર્ષની એક માસ પહેલાં રક્ષા (નામ બદલ્યું છે) નોકરી ઉપર ગઇ હતી. તે સમયે પાદરા તાલુકાના સાંગમા ગામનો કાર્તિક સુરેશભાઇ ચૌહાણ અટલાદરા વિસ્તારમાંથી સવારના સમયે ભગાડી ગયો હતો. અને રાત્રે 10 વાગે છાણી પોલીસ મથકમાં રક્ષાને લઇ હાજર થઇ ગયો હતો. ત્યારે કાર્તિકના પરિવારજનો તેમજ રક્ષાના પરિવારજનો વચ્ચે સમાધાન થયું હતું. અને બંને પોતપોતાના ઘરે ચાલ્યા ગયા હતા.

પરિણામ સારું નહિં આવે


દરમિયાન છેલ્લા દસ દિવસથી કાર્તિક ચૌહાણે રક્ષાને પોતાની જાળમાં ફસાવવા માટે રક્ષાના ઘરની આસપાસ આંટા-ફેરા શરૂ કર્યા હતા. ઉત્તરાયણના દિવસે પણ કાર્તિક રક્ષાના ઘરની શેરીઓમાં બાઇક લઇને આવી પહોંચ્યો હતો. અને રક્ષાને ઇશારા કરી હેરાન કરતો હતો. તે સમયે કાર્તિકને રક્ષાના પરિવારજનોએ ઠપકો આપ્યો હતો. અને જણાવ્યું હતું કે, જો ફરીવાર વિસ્તારમાં આવીશ તો પરિણામ સારું આવશે નહિં.

યુવાનના પરિવારે યુવતીના ઘરે ઝગડો કર્યો

‌‌રક્ષાના પરિવારજનોએ આપેલ ચેતવણીથી રોષે ભરાયેલ કાર્તિક તેના માતા-પિતા તથા ભાઇને લઇ રક્ષાના ઘરે આવી પહોંચ્યો હતો. અને કાર્તિક સહિત પરિવારે રક્ષાના પરિવારજનો સાથે ઝઘડો કર્યો હતો. જેમાં કાર્તિકની માતાએ રક્ષાના ચારીત્ર્ય ઉપર ગંભીર આક્ષેપો કર્યા હતા. જેમાં કાર્તિકની માતાએ રક્ષાના પરિવારને એમ પણ જણાવ્યું હતું કે, તમે સુધરી જજો. એક વખત તો મારો દીકરો તમારી દીકરીને ભગાડી ગયો હતો. બીજી વખત પણ ભગાડી જશે. તેવા અપશબ્દો બોલી રક્ષાની મતાા સાથે ઝપાઝપી કરી હતી. ઉપરાંત કાર્તીક અને તેના ભાઇ સંદિપે પણ રક્ષાના ભાઇ અને પિતા સાથે ઝપાઝપી કરી ઝઘડો કર્યો હતો.

અવાર-નવાર હેરાનગતિ


રક્ષાના ઘરે જઇ ઝઘડો કરનાર કાર્તિક અને તેના પરિવારજનોએ મામલો શાંત પાડવા માટે પડેલા રક્ષાના પિતરાઇ ભાઇ ઉપર પણ હુમલો કરી ઇજા પહોંચાડી હતી. ઉપરાંત કાર્તિકના પરિવારના હુમલામાં રક્ષાના પિતાને પણ ઇજા પહોંચી હતી. એક પહેલાં સમાધાન થઇ ગયા પછી પણ કાર્તિક ચૌહાણ રક્ષાને પોતાની જાળમાં ફસાવવા માટે અવાર-નવાર હેરાન કરતો હોવાથી રક્ષાના પરિવારજનો ત્રાહીમામ પોકારી ગયા હતા.

તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ


દરમિયાન રક્ષાના પિતાએ તાલુકા પોલીસ મથકમાં દીકરી રક્ષાને હેરાન કરતા સાંગમા ગામના કાર્તિક ચૌહાણ તેમજ પોતાના દીકરાનું ઉપરાણું લઇ ઝઘડો કરવા માટે આવેલા કાર્તિકના પિતા સુરેશભાઇ ચૌહાણ માતા અલ્પાબહેન ચૌહાણ, અને નાના ભાઇ સંદિપ ચૌહાણ સામે ફરિયાદ નોંધાવી હતી. તાલુકા પોલીસે કાર્તિક ચૌહાણ સામે સગીર રક્ષાની છેડતી તેમજ તેના પરિવારજનો સામે મારા-મારી અંગેનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

Read more

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow