વડોદરામાં પ્રેમલગ્ન કરવા જીદે ચઢેલી દીકરીના કારણે માતા-પિતાનું લગ્ન જીવન જોખમમાં મુકાયું

વડોદરામાં પ્રેમલગ્ન કરવા જીદે ચઢેલી દીકરીના કારણે માતા-પિતાનું લગ્ન જીવન જોખમમાં મુકાયું

પ્રેમલગ્ન કરવા ઇચ્છતી યુવતીના કારણે માતા-પિતાનું લગ્ન જીવન ભંગાણના આરે આવી ગયું હોવાનો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. માતાએ દીકરીના પ્રેમલગ્ન માટે સમજદારીથી કામ લેવા માટે પતિને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ, દીકરીએ પસંદ કરેલો યુવાન અન્ય જ્ઞાતિનો હોવાથી પિતાને પસંદ ન હતું. પિતાએ દીકરીને મદદરૂપ થવા માટે દબાણ કરતી પત્ની સાથે છૂટાછેડા લેવાનો નિર્ણય લીધો હતો. દીકરીની જીદના કારણે તૂટી રહેલા દામ્પત્ય જીવનને બચાવવા માટે પત્નીએ અભયમ પાસે મદદ માંગી હતી. અભયમે પતિ-પત્નીનું કાઉન્સેલિંગ કરીને તૂટી રહેલા દાંપત્ય જીવનને બચાવી લીધું હતું.

જ્ઞાતિમાં લગ્ન કરવાની ઇચ્છા
આ કિસ્સાની વિગત એવી છે કે, વડોદરાના વાઘોડિયા વિસ્તારમાં પાયલ (નામ બદલ્યું છે)ને એક યુવાન સાથે પ્રેમલગ્ન કરવું હતું. તેને પોતાના માતા-પિતા પાસે મંજૂરી માંગી હતી. પાયલે પ્રેમલગ્નની વાત કરતા જ માતા-પિતા તેના ઉપર રોષે ભરાયા હતા. બાદમાં પાયલે તેની માતાને સમજાવી લેવામાં સફળ રહી હતી. પરંતુ, પિતાને સમજાવી શકી ન હતી. પિતા દીકરી પાયલને જ્ઞાતિના યુવાન સાથે લગ્ન કરાવવા માંગતા હતા.

દીકરીનો નિર્ણય માન્ય ન હતો
પાયલ પણ પોતાના પ્રેમી યુવાન સાથેજ લગ્ન કરવા માટે જીદ કરીને બેઠી હતી. પાયલની જીદના કારણે માતા-પિતા વચ્ચે ઝઘડાઓ શરૂ થયા હતા. માતા દીકરી પુખ્ત વયની થઈ ગઈ છે. તેને તેની પસંદગીના યુવાન સાથે લગ્ન કરવાનો અધિકાર છે. તેવી વાત કરી પત્ની પતિને સમજાવવાનો પ્રયાસ કરી રહી હતી. પત્નીએ પતિને તેમ પણ જણાવ્યું હતું કે, દીકરી પાયલે પસંદ કરેલા યુવાનના ઘરે જઈ તેના માતા-પિતા સાથે વાતચીત કરો. યુવાન સાથે વાતચીત કરો. પછી નિર્ણય લો. પરંતુ, પતિ દીકરી પાયલે પસંદ કરેલા અન્ય જ્ઞાતિના યુવાન સાથે લગ્ન કરાવવા માટે બીલકુલ સહમત ન હતા.

પિતા તૈયાર ન હતા
પ્રેમી સાથે લગ્ન કરવાની જીદ પકડીને બેઠેલી દીકરી પાયલના કારણે માતા-પિતા વચ્ચેનો ઝઘડો રોજનીશી થઈ ગયો. પતિ-પત્નીએ એકબીજા સાથે વાતચીત કરવાનું બંધ કરી દીધું હતું. દીકરીના કારણે ઝઘડઓ એટલી હદ સુધી પહોંચી ગયો કે, પતિએ પત્ની સાથે છૂટાછેડા લઇ લેવાનો નિર્ણય કર્યો. પરંતુ, દીકરી પાયલના પ્રેમલગ્ન કરવા માટે સહમત થવા બીલકુલ તૈયાર થતાં ન હતા.

પતિએ સહમતી બતાવી
દીકરી પાયલના કારણે પતિ અને પત્ની સાથે છૂટા પડવાનો આખરી નિર્ણય લઈ લેતા પત્ની ગભરાઇ ગઇ હતી. ગભરાઈ ગયેલી પત્નીએ વર્ષોના દામ્પત્ય જીવનને બચાવવા માટે અભયમ ટીમને ફોન કરીને પોતાની આપવીતી જણાવી હતી. અભયમ ટીમ તેઓના ઘરે પહોંચી ગઇ હતી અને પતિ અને પત્ની વાત સાંભળ્યા બાદ બંનેનું કાઉન્સેલિંગ કરીને સમજાવ્યા હતા. અભયમ ટીમે સમજાવ્યા બાદ પતિ દીકરીના પ્રેમીના પરિવારને મળવાની સહમતી બતાવી હતી.

તારા હિતમાં નિર્ણય લેશે
આમ અભયમ ટીમે પ્રેમલગ્ન કરવાની જીદે ચઢેલી દીકરીના કારણે ભંગાણના આરે આવી પહોંચેલા વર્ષો જુના તૂટી રહેલા દામ્પત્ય જીવનને ઉગારી લીધું હતું. અભયમ ટીમે દીકરીને પણ સમજાવી હતી. અને જણાવ્યું હતું કે, દીકરી માતા કરતા પિતાને વધુ પ્રિય હોય છે. પિતા જે કંઈ વિચારે તે સારા માટે હોય છે. પિતા તારી ખુશી માટે તારી પસંદના યુવાન અને તેના પરિવાર સાથે વાત કરશે. યોગ્ય જણાશે તો તારા હિતમાં નિર્ણય લેશે.

Read more

ચીનમાં બાળકને જન્મ આપવા બદલ સરકાર ₹1.30 લાખ આપશે

ચીનમાં બાળકને જન્મ આપવા બદલ સરકાર ₹1.30 લાખ આપશે

ચીનમાં સરકારે બાળકને જન્મ આપવા બદલ માતા-પિતાને 1.30 લાખ રૂપિયા આપવાનો નિર્ણય લીધો છે. જન્મ દરમાં સતત ઘટાડાને કારણે સરકારે આ પગલું ભર્યું છે. ચાઇના ડેઇલી

By Gujaratnow
બ્રિટિશ સેનામાં ટૂંક સમયમાં શીખ રેજિમેન્ટ બની શકે છે

બ્રિટિશ સેનામાં ટૂંક સમયમાં શીખ રેજિમેન્ટ બની શકે છે

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર લંડનના મેયર સાદિક ખાન પર હુમલો કર્યો છે. સ્કોટલેન્ડમાં બ્રિટિશ વડાપ્રધાન કીર સ્ટા

By Gujaratnow
રાજ્યસભામાં નડ્ડાએ કહ્યું- ખડગેએ માનસિક સંતુલન ગુમાવ્યું

રાજ્યસભામાં નડ્ડાએ કહ્યું- ખડગેએ માનસિક સંતુલન ગુમાવ્યું

મંગળવારે રાજ્યસભામાં ઓપરેશન સિંદૂર પર ચર્ચા દરમિયાન, ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની માફી માંગવી પડી. ખરેખર,

By Gujaratnow
રાજકોટના નિવૃત્ત ફોરેસ્ટ હેડ ક્લાર્કને ડિજિટલ અરેસ્ટ કર્યા, UPI દ્વારા 8.93 લાખ પડાવ્યા

રાજકોટના નિવૃત્ત ફોરેસ્ટ હેડ ક્લાર્કને ડિજિટલ અરેસ્ટ કર્યા, UPI દ્વારા 8.93 લાખ પડાવ્યા

રાજકોટમાં વધુ એક ડિજિટલ એરેસ્ટની ઘટના સામે આવી છે. શહેરના રૈયા સ્મશાન પાસે પાટીદાર ચોક નજીક રહેતા નિવૃત ફોરેસ્ટ હેડ ક્લાર્કને મહારા

By Gujaratnow