યુગાન્ડામાં હિપ્પો બે વર્ષના બાળકને ગળી ગયો

યુગાન્ડામાં હિપ્પો બે વર્ષના બાળકને ગળી ગયો

આફ્રિકન દેશ યુગાન્ડામાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક હિપ્પોએ બે વર્ષના બાળકને ગળી ગયો. બાળકને તેના મોંઢામાં 5 મિનિટ સુધી રાખ્યા પછી હિપ્પોએ તેને પાછો બહાર ફેકી દીધો હતો. નવાઈની વાત એ છે કે બાળકનો જીવ બચી ગયો હતો.

આ ઘટના બની ત્યારે બાળક તળાવના કિનારે રમી રહ્યો હતો. એક અહેવાલ મુજબ બે વર્ષનો પોલ ઇગા એડવર્ડ તળાવના કિનારે રમી રહ્યો હતો. ત્યારે અચાનક એક હિપ્પો પાણીમાંથી બહાર આવ્યો અને તેને ગળી ગયો. હિપ્પોએ બાળકને તેના મોઢામાં ખતરનાક રીતે જકડી રાખ્યો હતો, જેના કારણે બાળકને સામાન્ય ઈજા પહોંચી હતી.

વ્યક્તિએ હિપ્પોને પથ્થર ફેંક્યા
ઘટના દરમિયાન ક્રિસપાસ બગોન્ઝા નામનો વ્યક્તિ ત્યાં હાજર હતો. તે પહેલા ગભરાઈ ગયો, પરંતુ ત્યારબાદ મદદ માટે આગળ વધ્યો. તેણે હિપ્પોને પથ્થર મારવાનો શરૂ કર્યો હતો. તેનાથી હિપ્પો હેરાન થતાં તેણે બાળકને મોંઢામાંથી બહાર ફેંકી દીધો હતો.

યુગાન્ડા પોલીસ ફોર્સના એક અધિકારીએ જણાવ્યું કે આ પ્રકારની આ પહેલી ઘટના છે. આવું પહેલા ક્યારેય બન્યું નથી. અધિકારીએ કહ્યું- આ પહેલીવાર છે કે જ્યારે કોઈ હિપ્પોએ એડવર્ડ લેકના કિનારે કોઈ બાળકને ગળ્યું હોય. ક્રિસપાસ બગોન્ઝાની બહાદુરીના કારણે જ બાળકનો જીવ બચાવી શકાયો હતો.

હિપ્પોએ એક વ્યક્તિનો ખભો ખાઈ લીધો
12 સપ્ટેમ્બર 2022ના રોજ કેન્યાની રાજધાની નૈરોબીમાં હિપ્પોએ એક વ્યક્તિએ હુમલો કર્યો હતો. તે વ્યક્તિનો ખભો ખાઈ લીધો હતો. 50 વર્ષીય ડેવિડ નજોરોજ તેમના ઘરે જઈ રહ્યા હતા ત્યારે હિપ્પોએ તેમના પર હુમલો કર્યો હતો. ડિસ્કવર વાઇલ્ડલાઇફના રિપોર્ટ અનુસાર, હિપ્પો હાથી પછી બીજા નંબરનું સૌથી કદાવર પ્રાણી છે.

Read more

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow