આ મુસ્લિમ દેશમાં લગ્ન પહેલા શારીરીક સંબંધ બનાવવા પર પ્રતિબંધ, લોકોએ આ રીતે કાઢી ભડાસ

આ મુસ્લિમ દેશમાં લગ્ન પહેલા શારીરીક સંબંધ બનાવવા પર પ્રતિબંધ, લોકોએ આ રીતે કાઢી ભડાસ

ઈન્ડોનેશિયામાં વિદેશી સહેલાણીઓની સંખ્યા ઘટી શકે

વિશેષજ્ઞોનુ કહેવુ છે કે આ કાયદો પ્રભાવી રીતે લાગુ થયા બાદ ઈન્ડોનેશિયામાં વિદેશી સહેલાણીઓની સંખ્યા ઘટી શકે છે. ઈન્ડોનેશિયાની સંસદમાં મંગળવારે આ નવા દંડ સહિતાને મંજૂરી આપવામાં આવી છે. આ સાથે આ ગુનાહિત કાયદાને તોડનારા લોકો માટે એક વર્ષની સજાની જોગવાઈ પણ રાખવામાં આવી છે.

લગ્ન બાદ પાર્ટનર સિવાય કોઈ બીજા સાથે શારીરીક સંબંધ બનાવવા પર પ્રતિબંધ

આ નવા ગુનાહિત કાયદા હેઠળ લગ્ન પહેલા સેક્સને ગુના હેઠળ લાવવામાં આવ્યો છે. આ સાથે લગ્ન બાદ પાર્ટનર સિવાય કોઈ બીજા સાથે શારીરીક સંબંધ બનાવવા પર પણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. જો કે, કાયદામાં એવુ કહેવામાં આવ્યું છે કે આ મામલે કાર્યવાહી કાયદા તોડનારા લોકોના માતા-પિતા, પતિ-પત્ની અથવા બાળકોની ફરિયાદ બાદ જ થઇ શકશે.

પર્યટકો ઈન્ડોનેશિયાની આવકનુ મોટુ માધ્યમ છે

ઈન્ડોનેશિયા પોતાની બેમિસાલ સુંદરતાના કારણે સહેલાણીઓ વચ્ચે વધુ લોકપ્રિય છે. 2021માં વર્લ્ડ ઈકોનોમી ફોરમના મે 2022માં જાહેર થયેલા ડેટા મુજબ, ઈન્ડોનેશિયાએ ગ્લોબલ ટુરિજ્મ ઈન્ડેક્સમાં 32મુ સ્થાન પ્રાપ્ત કર્યુ હતુ. અહીં પર્યટન ઉદ્યોગ માત્ર દેશની આવક જ નહીં પરંતુ રોકાણ અને રોજગારનો પણ માર્ગ છે. તેથી વિશેષજ્ઞોએ આશંકા દર્શાવી કે આ કાયદાના કારણે ઈન્ડોનેશિયામાં વિદેશી સહેલાણીઓની સંખ્યા ઘટી શકે છે, જેનાથી દેશના પર્યટન ઉદ્યોગ પર નકારાત્મક પ્રભાવ પડશે.

Read more

ચીનમાં બાળકને જન્મ આપવા બદલ સરકાર ₹1.30 લાખ આપશે

ચીનમાં બાળકને જન્મ આપવા બદલ સરકાર ₹1.30 લાખ આપશે

ચીનમાં સરકારે બાળકને જન્મ આપવા બદલ માતા-પિતાને 1.30 લાખ રૂપિયા આપવાનો નિર્ણય લીધો છે. જન્મ દરમાં સતત ઘટાડાને કારણે સરકારે આ પગલું ભર્યું છે. ચાઇના ડેઇલી

By Gujaratnow
બ્રિટિશ સેનામાં ટૂંક સમયમાં શીખ રેજિમેન્ટ બની શકે છે

બ્રિટિશ સેનામાં ટૂંક સમયમાં શીખ રેજિમેન્ટ બની શકે છે

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર લંડનના મેયર સાદિક ખાન પર હુમલો કર્યો છે. સ્કોટલેન્ડમાં બ્રિટિશ વડાપ્રધાન કીર સ્ટા

By Gujaratnow
રાજ્યસભામાં નડ્ડાએ કહ્યું- ખડગેએ માનસિક સંતુલન ગુમાવ્યું

રાજ્યસભામાં નડ્ડાએ કહ્યું- ખડગેએ માનસિક સંતુલન ગુમાવ્યું

મંગળવારે રાજ્યસભામાં ઓપરેશન સિંદૂર પર ચર્ચા દરમિયાન, ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની માફી માંગવી પડી. ખરેખર,

By Gujaratnow
રાજકોટના નિવૃત્ત ફોરેસ્ટ હેડ ક્લાર્કને ડિજિટલ અરેસ્ટ કર્યા, UPI દ્વારા 8.93 લાખ પડાવ્યા

રાજકોટના નિવૃત્ત ફોરેસ્ટ હેડ ક્લાર્કને ડિજિટલ અરેસ્ટ કર્યા, UPI દ્વારા 8.93 લાખ પડાવ્યા

રાજકોટમાં વધુ એક ડિજિટલ એરેસ્ટની ઘટના સામે આવી છે. શહેરના રૈયા સ્મશાન પાસે પાટીદાર ચોક નજીક રહેતા નિવૃત ફોરેસ્ટ હેડ ક્લાર્કને મહારા

By Gujaratnow