દેશના આ રાજ્યોમાં ઓમિક્રૉનના સબ વેરિયન્ટે પકડી રફતાર, કેન્દ્રએ આપી મોટી સલાહ, આ બાબતોનો કરો કડક અમલ

દેશના આ રાજ્યોમાં ઓમિક્રૉનના સબ વેરિયન્ટે પકડી રફતાર, કેન્દ્રએ આપી મોટી સલાહ, આ બાબતોનો કરો કડક અમલ

દિલ્હી સહિત અનેક રાજ્યોમાં કોરોનાએ રીતસરનો કાળો કહેર વરસાવ્યો છે. પરિણામેં લોકોમાં ચિંતા જન્મી છે. સાથે સાથે કોરોનાના આ ખતરાને ટાળવા માટે આરોગ્ય તંત્ર પણ એલર્ટ બન્યું છે. રાજધાની દિલ્હીમાં છેલ્લા 9 દિવસમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા 3 હજારને પાર કરી ગઈ છે. જેને લઈને કેન્દ્ર સરકાર પણ એલર્ટ મોડમાં કાર્યવાહી હાથ ધરી રહી છે. કેન્દ્ર સરકારે દરરોજના કેસના આધારે 5 થી 6 રાજ્યોની ઓળખ કરી છે જેમાં કોરોનાના કેસોમાં બમણો વધારો નોંધાતો હોય!

ગુજરાતમાં પણ લગભગ 60 ટકા સેમ્પલમાં  XBB.1.16ની હાજરી

બાદમાં સરકાર દ્વારા ખાસ એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે. જેમાં ગુજરાત, મહારાષ્ટ્ર, કેરળ, તેલંગાણા અને કર્ણાટકનો સમાવેશ થાય છે. અને તેઓને કોરોના વાયરસ અંગેના નિયમોનું સ્પષ્ટ પણે પાલન કરવાની સૂચના આપવામાં આવી છે. મહત્વનું  છે કે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યું કે કોરોના વાયરસના વેરિયન્ટ ઓમીક્રોનનો સબ વેરિયન્ટ XBB.1.16  રાજ્યમાં બુલેટગતિએ આગળ વધી રહ્યો છે.  લગભગ કોરોના ટેસ્ટમાં નગરમાં 75, મહારાષ્ટ્રના અન્ય શહેરોમાં, મુંબઈના 42 , પુણેના 93, અમરાવતીના 42, તથા ગુજરાતમાં પણ લગભગ 60 ટકા સેમ્પલમાં  XBB.1.16ની હાજરી જોવા મળી છે.

ઓમિક્રોન વેરિઅન્ટના XBB.1.16ને ને જવાબદાર

સરકારના સુત્રોમાંથી જાણવા મળતી વિગત અનુસાર હોસ્પિટલોમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા તેજ ગતિએ આગળ વધી રહી છે. જોકે કોરોના કહેરનો ભોગ બનતા દર્દીઓની સંખ્યામાં થઈ રહેલો વધારો ઓમિક્રોન વેરિઅન્ટના XBB.1.16ને ને જવાબદાર હોવાનું જણાઈ રહ્યું છે. જે વધારા પાછળ સબ-વેરિઅન્ટનર જવાબદાર માનવામાં આવે છે. ઓમિક્રોનના આ સબ-વેરિઅન્ટને કારણે દેશભરમાં કોરોનાના કેસ વધી રહ્યા છે.5 રાજ્યમાં રોજ 10 હજારથી વધુ કોરોના ટેસ્ટનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. ઉત્તરપ્રદેશમાં રોજ 33 હજાર, બિહારમાં 19 હજાર અને ગુજરાતમાં 14 હજાર તેજ રીતે કર્ણાટકમાં 10 હજાર અને મહારાષ્ટ્રમાં 7 હજાર લોકોના ટેસ્ટ કરાઈ રહયા છે.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow