Gujarat Now
બ્રેકિંગ
પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યોપાકિસ્તાની વહુ નીકળી ભારતીય જાસૂસપ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલુંભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશેભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાંપાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યોપાકિસ્તાની વહુ નીકળી ભારતીય જાસૂસપ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલુંભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશેભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં
✨ Gujarat

મોરબીની દુર્ઘટનામાં ત્રિભુવનભાઈની આંખે દેખી, કહ્યું કે ઝુલાવો નહી પડશે ત્યાં તો ધડામ દઈને તૂટી પડ્યો

Gujaratnow1 min read
મોરબીની દુર્ઘટનામાં ત્રિભુવનભાઈની આંખે દેખી, કહ્યું કે ઝુલાવો નહી પડશે ત્યાં તો ધડામ દઈને તૂટી પડ્યો

મોરબીની દુર્ઘટનાથી આજે સમગ્ર રાજ્ય હચમચી ઉઠ્યું છે. જે દુર્ઘટનામાં અનેક ઘર ઉજાડ્યા છે. જે દુર્ઘટનાથી અનેક પરિવારે હિબકે ચડ્યું છે. જેણે પોતીકા ગુમાવ્યા છે તેમનો દુ:ખ અપાર છે. મોરબીમાં ઝૂલતો બ્રિજ તૂટતા સમયે ત્યાં હાજર ત્રિભુવનભાઈ સાથે આ ઘટના અંગે ખાસ વાતચીત કરી છે. ત્રિભુવનભાઈએ વાતચીત દરમિયાન જણાવ્યું કે બ્રિજ તૂટ્તાની સાથે જ સીધો પાણીમાં ગરકાવ થઈ ગયો હતો.

ત્રિભુવનભાઈની આંખે દેખી

મોરબીમાં ઝૂલતો બ્રિજ તૂટવાની સમગ્ર ઘટનાની આંખે દેખી સામે આવી છે. ઘટના સમયે હાજર ત્રિભુવનભાઈ સાથે વાતચીતમાં જણાવ્યું છે કે, બ્રિજ તૂટ્યો બાદ સીધો પાણીમાં ગરકાવ થઈ ગયો અને જેમાં હું પાણીમાંથી બહાર આવ્યો અને દોરડું હાથમાં આવતા પકડી લીધું હતું. ત્રિભુવનભાઈ જણાવ્યું કે, મારી એક ભાણીને પકડીને જાળી ઉપર ચડાવી અને હું મારી બીજી ભાણીને ન બચાવી શક્યો નહી તેમણે જણાવ્યું કે, સ્થાનિકો મને અને મારી ભાણેજને લઈ ગયા તેથી મારો જીવ બચી ગયો તેમણે જણાવ્યું કે, એક ભાણી પાણીમાં ગરકાવ થતા મૃત્યુ પામી છે.

ત્રિભુવનભાઈ જણાવ્યું કે, લોકો પુલને ઝુલાવતા હતા ત્યારે મેં કહ્યું કે ઝુલાવો નહી પડશે ત્યાં તો ધડામ દઈએને પુલ તૂટી પડ્યો હતો. બ્રિજ તૂટ્યો બાદ સીધો પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. તેમણે કહ્યું મારા હાથમાં દોરડું હાથમાં આવતા પકડી લીધું હતું અને હું બચી ગયો.

Gujaratnow1 min read

Related News