મોડી રાત્રે માંજલપુર સહિત સ્થળે વરસાદી ઝાપટાં પડ્યાં

મોડી રાત્રે માંજલપુર સહિત સ્થળે વરસાદી ઝાપટાં પડ્યાં

શહેરમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ઓછી થતા જ ગરમીનો પારો 33 ડિગ્રીને પાર થઈ ગયો છે. જો કે મોડી રાત્રે માંજલપુર સહિત કેટલાંક વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડતાં ફરી ગરમીનો પારો ગગળ્યો હતો. જો કે હવામાન વિભાગ મુજબ ગુરૂવારે ગરમીનો પારો 34 ડિગ્રી નોંધાઈ શકે છે. બીજી તરફ શહેરના વાતાવરણમાં બુધવારે બપોર બાદ વાદળો જોવા મળ્યાં હતાં. ત્યારે આગામી બે દિવસ સુધી શહેરમાં વાદળછાયું વાતાવરણ રહે તેવી સંભાવના છે.

માર્ચમાં વડોદરામાં કરાં પડવાની ઘટના પ્રથમ વખત બની હતી. ઉનાળાની શરૂઆત માર્ચથી થતી હોય છે. પરંતું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે માર્ચમાં વરસાદ પડતા ગરમીનો પારો ઘટ્યો હતો. હવે એપ્રીલમાં ગરમી વધવાની સંભાવના છે. હવામાન વિભાગના ફોરકાસ્ટ મુજબ શહેરમાં 22 માર્ચના રોજ મહત્તમ તાપમાનનો પારો 33.4 ડિગ્રી અને લઘુત્તમ તાપમાનનો પારો 22.8 ડિગ્રી નોંધાયો હતો. ભેજનું પ્રમાણ સવારે 80 ટકા અને સાંજે 36 ટકા નોંધાયું હતું. જ્યારે દક્ષિણ-પશ્ચિમની દિશાથી 9 કિમીની ઝડપે પવનો ફુંકાયા હતાં.

Read more

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow