Gujarat Now
બ્રેકિંગ
સોનાના ભાવમાં ₹65 હજારનો ઘટાડો થતાં વેપારીઓએ PM મોદીનો માન્યો આભાર: સંગઠને પત્ર લખીને કહ્યું- મે મહિનામાં સોનું ન ખરીદવાની અપીલથી મોટું નુકસાન ટળ્યું હતુંIND-NZ પ્રથમ ટેસ્ટ ડ્રોમાં સમાપ્ત: કેપ્ટન ગિલની તમામ રણનીતિ નિષ્ફળ, ભારત છેલ્લી 5 વિકેટ ન લઈ શક્યું; મિચેલ-ફિલિપ્સે 259 બોલ રમીને ટીમને હારથી બચાવી.ચક્રવાત અકવાન આજે બપોરે આંધ્રપ્રદેશ અને ઓડિશાના દરિયાકાંઠે ત્રાટકવાની શક્યતા: 110 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે, 10 રાજ્યોમાં અસરની આશંકા; અનુમાન કરતાં વહેલું આગળ વધી રહ્યું વાવાઝોડું.શિયાળામાં કેસર કેરીની મબલખ આવકથી સૌ ચોંક્યા! બરડામાં કુદરતનો અનોખો ચમત્કાર, પ્રથમવાર 160 બોક્સનું ધૂમ વેચાણપાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યોસોનાના ભાવમાં ₹65 હજારનો ઘટાડો થતાં વેપારીઓએ PM મોદીનો માન્યો આભાર: સંગઠને પત્ર લખીને કહ્યું- મે મહિનામાં સોનું ન ખરીદવાની અપીલથી મોટું નુકસાન ટળ્યું હતુંIND-NZ પ્રથમ ટેસ્ટ ડ્રોમાં સમાપ્ત: કેપ્ટન ગિલની તમામ રણનીતિ નિષ્ફળ, ભારત છેલ્લી 5 વિકેટ ન લઈ શક્યું; મિચેલ-ફિલિપ્સે 259 બોલ રમીને ટીમને હારથી બચાવી.ચક્રવાત અકવાન આજે બપોરે આંધ્રપ્રદેશ અને ઓડિશાના દરિયાકાંઠે ત્રાટકવાની શક્યતા: 110 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે, 10 રાજ્યોમાં અસરની આશંકા; અનુમાન કરતાં વહેલું આગળ વધી રહ્યું વાવાઝોડું.શિયાળામાં કેસર કેરીની મબલખ આવકથી સૌ ચોંક્યા! બરડામાં કુદરતનો અનોખો ચમત્કાર, પ્રથમવાર 160 બોક્સનું ધૂમ વેચાણપાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો
jasdan

જસદણની જ્વેલરી શોપમાં મહિલાએ નજર ચૂકવી દાગીના સેરવ્યા

Gujaratnow2 min read
જસદણની જ્વેલરી શોપમાં મહિલાએ નજર ચૂકવી દાગીના સેરવ્યા

ચૂંટણીની કામગીરીમાંથી પરવારીને હાશકારો અનુભવતી પોલીસની ઠંડી ઉડાડવા અને દોડતી જ રાખવાનું તસ્કરોએ નક્કી કરી લીધું હોય એમ ચૂંટણીનો માહોલ પૂરો થવાની સાથે જ ચોરી, લૂંટની ઘટનાઓ સામે આવી હતી. રાજકોટ જિલ્લાના જસદણ તાલુકામાં જ્વેલરી શોપમાં ત્રણ મહિલા આવી હતી અને તેમણે નજર ચૂકવી સોનાના દાગીનાની ચોરી કરી હતી. આ મુદ્દે જસદણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઈ હતી. એ બાદ પોલીસે CCTVના આધારે ગણતરીના કલાકોમાં જ એક મહિલાને ઝડપી લીધી હતી. જ્યારે અન્‍ય બે મહિલાની શોધખોળ હાથ ધરાઈ છે.

આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર, જસદણના ચીતલિયા રોડ પર આવેલી એક જ્વેલર્સ શોપમાંથી દાગીના ખરીદવાના બહાને આવેલી ત્રણ મહિલા ‘કારીગરી’ કરી ગઈ હતી. માલિકની નજર ચૂકવીને સોનાની બે બૂટી, જેની કિંમત 35,000 આસપાસ થવા જાય છે, તે ચોરી ગઇ હતી. મહિલાઓ નીકળી ગયા પછી માલિકને આ તફડંચીની ખબર પડી હતી અને તેમણે CCTV ફૂટેજ ચેક કર્યા હતા, જેમાં ત્રણ મહિલા ચોરી કરતી સ્પષ્ટ દેખાતાં આ અંગે પોલીસનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી અને પોલીસે એક મહિલાની ધરપકડ કરી લીધી હતી, જ્યારે તેમની અન્ય બે સાગરીતની શોધખોળ આરંભાઈ છે.

જસદણમાં ચીતલિયા રોડ પર અવસર જ્‍વેલર્સ નામની દુકાન ધરાવતા ભાવેશભાઈ વઘાસિયાએ ત્રણ અજાણી મહિલા સામે જસદણ પોલીસમાં ચોરીની ફરિયાદ નોંધાવી હતી. એ ફરિયાદમાં જણાવ્‍યા મુજબ, ત્રણેય મહિલા ગ્રાહક બની દુકાનમાં આવી અલગ-અલગ દાગીના જોવા માગી ફરિયાદીની નજર ચૂકવી સોનાની બૂટી નંગ-2 કિં.રૂ.35,000 ચોરી કરી ગઈ હતી. દરમિયાન આ ફરિયાદ બાદ જસદણના PI પી.બી.જાની તથા ASI ભૂરાભાઈ માલીવાડે CCTV ફૂટેજના આધારે તપાસ કરી સોનાના દાગીના ચોરનારી સવિતા હકાભાઇ ભોજવિયાને ઝડપી લીધી હતી, જ્‍યારે અન્‍ય બે મહિલાની શોધખોળ હાથ ધરવામાં આવી હતી.

Gujaratnow2 min read

Related News