અંતિમ યાત્રામાં અર્થીને કાંધો આપનાર વ્યક્તિએ જરૂરથી વાંચી લેવું, નહિતર અપશુકન થઈ શકે છે

અંતિમ યાત્રામાં અર્થીને કાંધો આપનાર વ્યક્તિએ જરૂરથી વાંચી લેવું, નહિતર અપશુકન થઈ શકે છે

જે પણ વ્યક્તિ અંતિમયાત્રામાં સામેલ થાય છે અથવા તો શબને કાંધો આપે છે, તે વ્યક્તિએ અમુક સાવધાનીઓ રાખવાની હોય છે અને જો તે આવું નથી કરતો, તો જે અંતિમયાત્રામાં સામેલ થવું શુભ માનવામાં આવે છે, એજ અંતિમયાત્રા તેના માટે દુઃખનું કારણ બની શકે છે. આજે મેં તમને અંતિમયાત્રા દરમિયાન શું શું સાવધાની રાખવી જોઈએ તેના વિશે જણાવીશું. પરંતુ તે પહેલા તમને જણાવી દઈએ કે કેવી રીતે એક અંતિમયાત્રા ને જોવાથી તમારી બધી જ મનોકામના પુરી થઈ શકે છે.

કહેવામાં આવે છે કે જ્યારે પણ તમે કોઈ અંતિમ યાત્રા જુઓ તો બે હાથ જોડી, માથું નમાવીને પ્રણામ કરવા જોઈએ અને સાથો સાથ શિવજીના નામનો જાપ પણ કરવો જોઈએ. શાસ્ત્રો અનુસાર જે મૃતાત્મા સંસાર છોડીને જઈ રહી છે, તે અભિવાદન કરનાર મનુષ્યનાં તન-મન સાથે જોડાયેલ બધા જ દુઃખ અને કલેશ પોતાની સાથે લઈ જાય છે.

તમને જણાવી દઈએ કે એક અંતિમ યાત્રામાં સામેલ થનાર વ્યક્તિ અને અર્થીને કાંધો આપનાર વ્યક્તિએ શું સાવધાનીઓ રાખવી જોઈએ. એવું માનવામાં આવે છે કે જ્યારે કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય છે તો તેના દુશ્મન પણ તેની અંતિમયાત્રામાં સામેલ થાય છે. કારણ કે મૃત્યુ બાદ તે બધા મતભેદ તે મૃત વ્યક્તિની સાથે ચાલ્યા જાય છે. પરંતુ તમારા માંથી ઘણા લોકો એવા હશે, જેને પુરી જાણકારી નહીં હોય કે અંતિમયાત્રામાં સામેલ થયા બાદ તેમણે શું શું સાવધાનીઓ રાખવી જોઈએ.

હિન્દુ ધર્મ અનુસાર જો કોઈ પણ વ્યક્તિ અંતિમયાત્રામાં સામેલ થાય છે અને તે અર્થીને કાંધો આપે છે તો તે વ્યક્તિએ ચાલેલા દરેક પગલાં પર તેને એક યજ્ઞ સમાન પુણ્ય મળે છે અને સાથો સાથ તે વ્યક્તિને તેના બધા પાપ માંથી મુક્તિ મળે છે. પરંતુ આવું કરતા સમયે તમારે ધ્યાન રાખવાનું રહેશે કે જ્યારે તમે અર્થીને લઈને સ્મશાન ઘાટમાં પ્રવેશ કરો છો તો તમારે કોઈપણ પ્રકારનો અનુચિત વ્યવહાર અથવા કોઈપણ વાતને લઈને હસી-મજાક કરવી જોઈએ નહીં. જો કોઈ પણ વ્યક્તિ કોઈ પણ પ્રકારની આવી ગતિવિધિ કરે છે તો સમય આવવા પર ભગવાન તેને તેનો જવાબ જરૂર આપે છે. સાથોસાથ તે પણ સમજવું જોઈએ કે અંતિમ સમયમાં પણ તેને અહીંયા જ લાવવામાં આવશે.

ત્યારબાદ અંતિમ સંસ્કારમાં સામેલ થઈ રહેલ બધા લોકોએ ધ્યાન રાખવું જોઈએ કે અંતિમ સંસ્કાર થયા બાદ પાછળ જોયા વગર કોઈ નદી અથવા તળાવમાં કપડાં પહેરીને સ્નાન કરવું જોઈએ અને મૃત વ્યક્તિના નામ ઉપર જળ અર્પણ કરવું જોઈએ અને આવું કરીને કંઈ પણ બોલ્યા વગર ઘર તરફ ચાલી નીકળવું જોઈએ.

તેની સાથે જ તમારે તે પણ ધ્યાન રાખવું જોઈએ કે જ્યારે તમે અંતિમ સંસ્કાર માંથી પરત ફરી રહ્યા હોય તો ક્યારેય પણ “ચાલો” શબ્દનો ઉપયોગ કરવો જોઈએ નહીં. કારણ કે જ્યાં સુધી મૃત વ્યક્તિ જીવિત હતો ત્યાં સુધી તેનો સંબંધ તમારી સાથે હતો અને મૃત્યુ બાદ તે વ્યક્તિ પ્રેત યોનિ માં પ્રવેશ કરી ચુકેલ હોય છે, જેના કારણે જો તમે પરત ફરતા સમયે “ચાલો” શબ્દનો પ્રયોગ કરો છો તો તે મનુષ્ય પ્રેત રૂપમાં તમારી સાથે આવી શકે છે. એટલા માટે સ્મશાનેથી પરત ફરતા સમયે ક્યારેય પણ “ચાલો” શબ્દનો ઉપયોગ કરવો જોઈએ નહીં.

વળી શાસ્ત્રો અનુસાર એક નિયમ એવો પણ છે કે જે વ્યક્તિ બ્રહ્મચર્યનું પાલન કરે છે, તે વ્યક્તિ પોતાના માતા પિતા અને ગુરુ સિવાય કોઇ પણ અન્ય વ્યક્તિને કાંધો આપી શકતો નથી અને તે વ્યક્તિ કોઈની અંતિમયાત્રામાં પણ સામેલ થઈ શકતો નથી. જો તે આવું કરે છે તો તેનું બ્રહ્મચર્ય ખંડિત થઈ જાય છે.

વળી જે લોકો અંતિમયાત્રામાં સામેલ થયા હતા તેમણે એક દિવસનું સુતક પાળવું જોઈએ. મૃત વ્યક્તિને સ્પર્શ કરનાર વ્યક્તિએ ૩ દિવસ અને અર્થીને કાંધો આપનાર વ્યક્તિએ ૮ દિવસનું સુતક પાળવું જોઈએ. આ સુતક દરમિયાન તમે કોઈપણ મંદિર અથવા ધાર્મિક કાર્યમાં સામેલ થઈ શકતા નથી અને કોઈપણ સાધુને દાન પણ આપી શકતા નથી.

વળી શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે જો આપણા ઘરની આસપાસ કોઈ વ્યક્તિનું મૃત્યુ થયેલું હોય તો આપણે તે વ્યક્તિની અંતિમયાત્રામાં જરૂર જવું જોઈએ. સાથોસાથ તે વ્યક્તિની અર્થી ઉઠાવવામાં ન આવે ત્યાં સુધી કોઈ પણ શુભ કાર્ય અથવા તો પુજા પાઠ કરવા જોઈએ નહીં. આવું એટલા માટે કરવામાં આવે છે કારણ કે જ્યાં મૃત શરીર પડેલું હોય છે તેની આસપાસના વિસ્તારમાં નકારાત્મક ઊર્જા ભરાઈ જાય છે, જેને સુતક કહેવામાં આવે છે. જેના લીધે ઘણા લોકો તો જ્યાં સુધી અર્થી ઉઠાવવામાં આવતી નથી, ત્યાં સુધી પોતાના ઘરમાં ચુલો પણ સળગાવતા નથી.

Read more

સૌરાષ્ટ્રના પ્રખ્યાત સળગતી ઈંઢોણીના રાસની તૈયારી શરૂ

સૌરાષ્ટ્રના પ્રખ્યાત સળગતી ઈંઢોણીના રાસની તૈયારી શરૂ

ગુજરાતના સૌથી લાંબા તહેવાર નવરાત્રિને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ખેલૈયાઓએ અત્યારથી જ ગરબાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. તો બીજી તરફ સૌરાષ્

By Gujaratnow
મસ્કને પછાડી ઓરેકલના કો-ફાઉન્ડર લેરી એલિસન વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ

મસ્કને પછાડી ઓરેકલના કો-ફાઉન્ડર લેરી એલિસન વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ

ઓરેકલના કો-ફાઉન્ડર લેરી એલિસન હવે વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ બની ગયા છે. કંપનીના શેરમાં એક જ દિવસમાં 41% થી વધુના ઉછાળાને કારણે, તેમની કુલ સંપત્તિમા

By Gujaratnow