તળાજામાં માવઠું, વાવાઝોડાથી કેરીનો આગોતરા ફાલ ખરી ગયો

તળાજામાં માવઠું, વાવાઝોડાથી કેરીનો આગોતરા ફાલ ખરી ગયો

છેલ્લા ઘણા વર્ષોથી ફળોની રાણી ગણાતી કેસર કેરીનાં ઉત્પાદનમાં તળાજા વિસ્તારનાં બાગાયતકારો બારમાસી જહેમત લઇ રહયા છે પરંતુ આ વર્ષે અનિયમિત વાતાવરણથી ઠંડીનું પ્રમાણ વધ ઘટ થતાં તળાજા તેમજ આ બાજુના પંથકનાં આંબાઓ પર વિષમ પ્રકારની સીઝનથી આંબા પર બે થી ત્રણ તબકકે મોર આવેલ છે.

શરૂના તબક્કે પાંખા મોર આવ્યા અને મોડે મોડે ફેબ્રુઆરીના પ્રારંભ પછી ઠંડીની અસર હેઠળ બીજા તબક્કામાં આંબા પર ભરપૂર મોર આવેલ પરંતુ તાજેતરમાં જ આ વિસ્તારમાં કમોસમી વરસાદ અને મીની વાવાઝોડું ફુકાતા ભારે પવન અને ભેજને કારણે પ્રથમ તબક્કાનો ફાલ સંપૂર્ણપણે ખરી જતા કેરીનુ ઉત્પાદન અનિયમિત અને મોડું સર્જાય તેવી સ્થિતિ જણાંઇ રહી છે.

કેરીનો ફાલ ખરી જતા ઉત્પાદન અનિયમિત અને મોડું સર્જાય તેવી સ્થિતિ
સામાન્ય રીતે માર્ચના પ્રારંભે આગોત્રી કેરીનો ફાલ આવવાનો શરૂ થઈ જાય છે આ વખતે આગોતરો ફાલ ફેલ થઈ જતા આ વિસ્તારમાં કેસર કેરીનો બીજા તબક્કાનો ફાલ મોડો આવે તેવી સંભાવનાં જણાંતા તળાજા પંથકનાં સોસીયા, ભાંખલ, મણાર (બાબરવા) દાઠા વિસ્તારનાં પ્રગતિશિલ બાગાયતકારો માટે સ્થિતિ પડકાર રૂપ ગણાવાઇ રહી છે. જુનાગઢી પવનથી કેરી પાકને બળ મળશેઃઆગામી 15 દિવસમાં વાતાવરણના ફેરફારથી જુનાગઢી દરિયાદો પવન શરૂ થાય ત્યારે કેરી ફળવૃદ્ધિ ઝડપથી વધશે તેવી આશા છે.

પંચમહાલમાં કેરીના પાકને નુકસાનની ભીતિ
છેલ્લા 10 દિવસમાં બે વખત વાતારવણના પલટા સાથે પંચમહાલમાં માવઠું થતાં ખેડુતો ચિતિંત બન્યા છે. કમોસમી વરસાદને લીધે પંચમહાલ જિલ્લાના ખેડૂતોમાં ચિંતાની લાગણી જોવા મળી રહી છે. આંબાના ઝાડ ઉપર પણ મોર આવેલા છે. તેથી કેરીના પાકને પણ નુકસાન થવાની શક્યતાઓ જોવા મળી હતી.

સુરત જિલ્લાના અનેક તાલુકામાં વરસાદ થયો ​​​​​​​
સુરત જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા માવઠાની આગાહી કરવામાં આવી હતી. જે અંતર્ગત સુરત જિલ્લાના અનેક તાલુકામાં વરસાદ થયો હતો. પવનના સૂસવાટા સાથે અને ગાજવીજ સાથે થયેલા વરસાદને  કારણે સૌથી વધુ નુકસાન કેરી પકવતા ખેડૂતોને થયું છે. આ વર્ષે કેરીનો પાક સામાન્ય રહ્યો છે તે સમયે જ માવઠુ થતાં ખડૂતોને પડતા પર પાટું જેવા હાલ થયા છે. સુરત જિલ્લાના મહુવા તાલુકામાં કેરીનું ઉત્પાદન વધુ થાય છે. આ વર્ષે કેરીના પાક સામાન્ય હોવાનું ખેડૂતો જણાવી રહ્યાં છે.

બે વાર માવઠું થતાં ખેડૂતોને માથે હાથ દઈને રડવાનો વારો આવ્યો ​​​​​​​
કેરીના મોરમાંથી કેરીનું ફળ થયું છે આ દરમિયાન બે વાર માવઠું થતાં ખેડૂતોને માથે હાથ દઈને રડવાનો વારો આવ્યો છે. હોળીના દિવસે કમોસમા વરસાદ થતાં કેરીના પાકને નુકસાન થયું હતું. જ્યારે સોમવારે ફરી પવનાના સૂસવાટા સાથે થયલા માવઠામાં આંબા પર તૈયાર થયેલ કેરીના ફળ ખરી પડ્યા છે. મોટા પ્રમાણમાં કેરી પડી જતાં ખેડૂતોનો પાક નિષ્ફળ જવાની શક્યતા રહેલી છે. ખેડૂતના હાલ પડતા પર પાટુ જેવા થઈ ગયા છે.

Read more

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

ટ્રાફિક વ્યવસ્થા જાળવવા નિયત રૂટ પર ભારે વાહનો માટે પ્રવેશબંધી કરી વૈકલ્પિક રૂટ જાહેર કરાયા રાજકોટ, તા.૧૦ જાન્યુઆરી - વડાપ્રધાન નરે

By Gujaratnow
બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝને ગુરુવારે મોડી રાત્રે ઈ-મેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. લોક ભવનના વરિષ્ઠ અધિકા

By Gujaratnow