રાજકોટમાં પ્રેમીએ લગ્નની લાલચ આપી યુવતી પર દુષ્કર્મ આચર્યું!

રાજકોટમાં પ્રેમીએ લગ્નની લાલચ આપી યુવતી પર દુષ્કર્મ આચર્યું!

રાજકોટમાં રહેતી મૂળ કેશોદ પંથકની યુવતીએ રાજકોટ 150 ફૂટ રિંગ રોડ પર આવેલ ગોવર્ધન ચોકમાં રહેતા નિરવ નામના યુવકે લગ્નની લાલચ આપી અવારનવાર દુષ્કર્મ ગુજાર્યાની ફરિયાદ નોંધાવી છે. એટલું જ નહીં આ સાથે યુવકના માતા-પિતાએ પણ યુવતીને ઘરે બોલાવી મોબાઈલ ચાર્જિંગ કરવાના વાયરથી ગળેટૂંપો આપવાનો પ્રયાસ કર્યો હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેના આધારે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ભોગ બનનાર યુવતીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, શહેરના 150 ફૂટ રિંગ રોડ પર આવેલ ગોવર્ધન ચોક પાસે સુખસાગર સોસાયટી શેરી નં. 5માં રહેતા નિરવ પરેશભાઈ ધંધુકીયા સાથે તેને પ્રેમસંબંધ બંધાતા બન્ને પ્રથમ ફોન પર વાતચીત કરતા અને પછી રૂબરૂ મળવા લાગ્યા હતા. દરમિયાન આરોપી નિરવે યુવતીને લગ્ન કરવાનો ભરોસો આપ્યો હતો. આથી વિશ્વાસ મૂકી નિરવને જ પોતાનું સર્વસ્વ માની લેતા આરોપીએ અવારનવાર યુવતી સાથે શરીર સુખ માણ્યુ હતું.

જો કે, એક દિવસ નિરવે યુવતીને કહી દીધું હતું કે, મારા મમ્મી-પપ્પા લગ્ન માટે માનતા નથી. આથી તેણે નિરવને લગ્ન માટે મનાવવા પ્રયાસ કર્યો હતો. દરમિયાન ગઈકાલે રવિવારે રાત્રે નિરવે યુવતીને પોતાના ઘરે બોલાવી હતી. અહીં નિરવના પિતા પરેશભાઈ ધંધુકીયા અને માતા ભારતીબેન હાજર હતા. તેણે નિરવ સાથે સંબંધ તોડી નાખવા દબાણ કરી ઢીકાપાટુનો માર માર્યો હતો. તેમજ યુવતીના ગળામાં મોબાઈલના ચાર્જિંગ કેબલથી ગળેફાંસો આપવા પ્રયત્ન કર્યો હતો અને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરતા શબ્દો કહ્યા હતા.

માર મારતા યુવતીને આંખ પાસે અને નાકના ભાગે ફેક્ચર થયું હતું. મોઢામાં, હોઠ પર, દાંતમાં, ઘૂંટણમાં અને પગના પંજામાં ઈજા પહોંચી હતી. યુવતી તત્કાલ ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થઈ હતી અને આરોપીઓ સામે ફરિયાદ નોંધાવી હતી. આથી તાલુકા પોલીસે પ્રેમી યુવક નિરવ, તેના પિતા પરેશભાઈ અને માતા ભારતીબેન સામે IPC કલમ 376 (2) (એન) 323, 325, 114 અને એટ્રોસિટી એક્ટની કલમ-3 (2) 5, 3 (1) ડબલ્યુ, 3(1) ચાર મુજબ ગુનો દાખલ કરી આરોપીની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે.

Read more

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

ટ્રાફિક વ્યવસ્થા જાળવવા નિયત રૂટ પર ભારે વાહનો માટે પ્રવેશબંધી કરી વૈકલ્પિક રૂટ જાહેર કરાયા રાજકોટ, તા.૧૦ જાન્યુઆરી - વડાપ્રધાન નરે

By Gujaratnow
બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝને ગુરુવારે મોડી રાત્રે ઈ-મેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. લોક ભવનના વરિષ્ઠ અધિકા

By Gujaratnow