રાજકોટમાં પતિને અન્ય સ્ત્રી સાથે લફરૂં,દારૂ પી પરિણીતા સાથે મારકુટ કરતો

રાજકોટમાં પતિને અન્ય સ્ત્રી સાથે લફરૂં,દારૂ પી પરિણીતા સાથે મારકુટ કરતો

રાજકોટમાં પરિણીતાએ પતિ રવિભાઈ વિનુભાઈ સારીખડા, સસરા વિનુભાઇ સોમાભાઈ સારીખડા અને સાસુ લક્ષ્મીબેન વિનુભાઈ સારીખડા સામે ત્રાસ અંગેની ફરિયાદ મહિલા પોલીસમાં નોંધાવી છે.

પતિ-પત્નિ ભાડાના મકાનમાં રહેતા હતા
પરિણીતાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, હું મારા પિયરમાં છેલ્લા એક મહીના થી રહુ છુ અને ઘરકામ કરૂ છું અને મેં BCA સુધી અભ્યાસ કર્યો છે. મારા લગ્ન તા.06/11/2019 ના રોજ ઉપલેટાના ઈસરા ગામે રહેતા રવિભાઈ સારીખડા સાથે મારે ઘણા વર્ષોથી પ્રેમ સબંધ હતા બાદ અમોએ અમદાવાદ ખાતે કોર્ટ દ્વારા પ્રેમલગ્ન કર્યા હતા. લગ્ન બાદ અમો પતિ-પત્નિ ભાડાના મકાનમાં રાજકોટ ખાતે રહેતા હતા અને લગ્ન બાદ મારા સાસુ સસરા,જેઠ-જેઠાણી અમે બધા પતિ પત્નિ ભાડાના મકાનમાં રહેતા ત્યા આંટો દેવા આવતા ત્યારે જ સાથે રહેલ છે અમો ક્યારેય મારા સાસરે ઈસરા ગામે રહેવા ગયા નથી.

તારા પતિ સાથે લગ્ન કરવા છે
વધુમાં જણાવ્યું હતું કે, આજથી ત્રણેક મહિના પહેલા મે મારા પતિનો મોબાઈલ જોતા તેમા કોઈ છોકરીના મેસેજ હતા જે મેં વાંચતા મને ખબર પડી કે મારા પતિને અન્ય સ્ત્રી સાથે સબંધ છે બાદ મે મારા પતિના ફોન માંથી તે અન્ય સ્ત્રીને ફોન કર્યો તો તે અન્ય સ્ત્રીએ તેના તથા મારા પતિના ફોટા મને વોટ્સએપ માં મોકલ્યા હતા અને કહેલ કે હા તારા પતિ અને મારે પ્રેમ સબંધ છે અને મારે તારા પતિ સાથે લગ્ન કરવા છે તે તેના ઘરે થી જતી રહેજે બાદ મે આ વાત મારા પતિને વાત કરતા તેઓએ ઝઘડો કર્યો હતો.

ફીનાઇલ પી લીધું હતું
વધુમાં જણાવ્યું હતું કે, પતિ અવાર નવાર ઘરે દારૂ પીને આવતા તેમજ તા. 28/09/2022 ના રોજ આશરે સાડા છએક વાગ્યાના અરસામાં અમો પતિ-પત્નિ વચ્ચે મારા પતિને અન્ય સ્ત્રી સાથે સબંધ હોય જે બાબતે ઝઘડો થતા મારા પતિએ મને કહેલ કે મારે તુ નથી જોઈતી જતી રહે તેમ કહી મારી ઉપર હાથ ઉપાડી લીધો હતો તેમજ તેઓ કહેતા કે તારા બાપા પાસે થી પૈસા લેતી આવ તા.01/11ના રોજ પતિએ ઘરે આવી ઝઘડો કરી કહેવા લાગ્યા કે મારે તુ જોઈતી નથી તુ તારા પિયરે જતી રહે અને ઘરમાંથી કાઢી મૂકી હતી.જેથી હુ રેસકોર્ષમાં મહિલા ગાર્ડન પાસે ફીનાઇલ પી લીધું હતું.

એટલે તેને રાખી છે વધુમાં જણાવ્યું હતું કે, સસરા જ્યારે ઘરે આવતા ત્યારે તેઓ કહેતા કે તું બાટકી છો તું અહીંથી જતી રહે તુ પહેલાથી જ નહોતી જોઈતી અને મારા સાસુ મને કહેતા કે મારા દિકરાને ગમતી હતી એટલે તેને રાખી છે બાકી તને રાખત જ નહી. આ અંગે સાસરિયાઓ સમાધાન કરવા માંગતા ન હોય જેથી ફરિયાદ નોંધાવી છે.

Read more

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

ટ્રાફિક વ્યવસ્થા જાળવવા નિયત રૂટ પર ભારે વાહનો માટે પ્રવેશબંધી કરી વૈકલ્પિક રૂટ જાહેર કરાયા રાજકોટ, તા.૧૦ જાન્યુઆરી - વડાપ્રધાન નરે

By Gujaratnow
બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝને ગુરુવારે મોડી રાત્રે ઈ-મેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. લોક ભવનના વરિષ્ઠ અધિકા

By Gujaratnow