રાજકોટમાં પિતા સાથે લોનની લેવડદેવડ મુદ્દે પતિ માર મારતો,સાસુ પતિને ચડામણી કરતા

રાજકોટમાં પિતા સાથે લોનની લેવડદેવડ મુદ્દે પતિ માર મારતો,સાસુ પતિને ચડામણી કરતા

શહેરના અંબાજી કડવા પ્લોટમાં છેલ્લા ત્રણ મહિનાથી પિયરમાં રહેતી દેવાંગી નામની પરિણીતાએ વાવડી ગામે રહેતા પતિ કેવલ વિનોદભાઇ ઉછડિયા અને સાસુ વિલાસબેન સામે ફરિયાદ નોંધાવી છે. બીબીએ સુધીનો અભ્યાસ કરનાર પરિણીતાની ફરિયાદ મુજબ, કેવલ સાથે 2019માં પ્રેમલગ્ન બાદ આર્યસમાજથી લગ્ન કર્યા છે. લગ્નજીવન દરમિયાન એક પુત્રી હતી, પરંતુ પાંચ મહિનાની હતી ત્યારે તેનું મૃત્યુ નીપજ્યું હતું. લગ્ન કરી સાસરે ગયા બાદ એક વર્ષ સુધી સરખું ચાલ્યું હતું.

બાદમાં પતિ નાની નાની બાબતોએ ઝઘડા કરી માર મારતો અને માતા-પિતાને ગાળો ભાંડતો હતો. આ સમયે સાસુ વિલાસબેન પોતાના વિશે ખોટી વાત કરી પતિને ચડામણી કરતા હતા. જેને કારણે પતિ શારીરિક-માનસિક ત્રાસ આપતા હતા. સાસુના ત્રાસથી પતિ સાથે ભાડાના મકાનમાં અલગ રહેવા જતા રહ્યા હતા. ત્યાં પણ પતિ હેરાન કરતા હતા. દરમિયાન પતિને પિતા સાથે બેંક લોન બાબતે પૈસાની લેવડદેવડ કરી હતી. તે મુદ્દે પતિ માર મારતા હતા.

જેને કારણે એક મહિનો પોતે માવતર જતી રહી હતી. ત્યાર બાદ હવે હું ઝઘડા નહિ કરું તેમ કહી પતિ પોતાને ફરી સાથે લઇ ગયો હતો. માફી માગ્યા બાદ પણ પતિમાં કોઇ ફેરફાર થયો ન હોય તેમ ઝઘડાઓ ચાલુ રાખી માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા હતા. ત્યારે ત્રણ મહિના પૂર્વે પતિ તેમજ સાસુનો ત્રાસ અનહદ વધી જતા માવતરે આવી છું.

Read more

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

ટ્રાફિક વ્યવસ્થા જાળવવા નિયત રૂટ પર ભારે વાહનો માટે પ્રવેશબંધી કરી વૈકલ્પિક રૂટ જાહેર કરાયા રાજકોટ, તા.૧૦ જાન્યુઆરી - વડાપ્રધાન નરે

By Gujaratnow
બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝને ગુરુવારે મોડી રાત્રે ઈ-મેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. લોક ભવનના વરિષ્ઠ અધિકા

By Gujaratnow