રાજકોટમાં પાડોશી યુવક સાથે નંબરની આપ-લે કરતા પતિએ પત્નીને ઘરમાંથી કાઢી મૂકી

રાજકોટમાં પાડોશી યુવક સાથે નંબરની આપ-લે કરતા પતિએ પત્નીને ઘરમાંથી કાઢી મૂકી

પાડોશી યુવક સાથે નંબરની આપ-લે કરનાર પત્નીને પતિએ ઘરમાંથી બહાર કાઢી મૂકી હતી. બન્ને વચ્ચે ઝઘડો થયો હતો. આખરે પરિણીતાએ 181 ટીમને જાણ કરી હતી. અભયમની ટીમે બન્ને વચ્ચે સમાધાન કરાવ્યું હતું. જ્યારે અન્ય એક કિસ્સામાં પતિ પોતાના પત્નીને પરાણે કેફી દ્રવ્ય પીવડાવીને તેની સાથે મારકૂટ કરતા પરિણીતાની વ્યથાને 181ની ટીમે સાંભળી હતી.

રાજકોટમાં એક દંપતી રહેવા માટે આવ્યું હતું અને તેના લગ્નને 8 મહિના થયા હતા. મહિલાએ પોતાની ઘર સામે રહેતા પરિણીત યુવક સાથે ફોન નંબરની આપ-લે કરી હતી. આ બાબતની જાણ તેમના પતિને થતા તેઓ પીડિતાને ઘરમાં રાખવા માટે તૈયાર ન હતા તેમજ પીડિતાને પોતાના પતિ સાથે જ રહેવું હોવાથી તેણીએ 181ની મદદ લીધી હતી. 181ની ટીમે પીડિતાના પતિ સાથે ચર્ચા કરી તેમનું તથા તેમના પરિવારનું કાઉન્સેલિંગ કરી સમાધાન કરાવ્યું હતું.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow