રાજકોટમાં મારી દીકરીને માતાજી આવે છે કહી સાસુ તેની વહુને ત્રાસ આપતા

રાજકોટમાં મારી દીકરીને માતાજી આવે છે કહી સાસુ તેની વહુને ત્રાસ આપતા

શહેરના ભગવતીપરા વિસ્તારમાં માતા પિતા સાથે રહેતી અને મહારાષ્ટ્રમાં સાસરું ધરાવતી યુવતીએ ત્રાસ આપનાર સાસરિયા સામે ફરિયાદ નોંધાવી હતી, અંધશ્રધ્ધામાં પરોવાયેલા સાસરિયા અમારી દીકરીને માતાજી આવે છે તેમ કહી પરિણીતાને તેના પતિ સાથે રહેવા દેતા નહી અને પતિ મારકુટ કરતો હતો.

ભગવતીપરામાં રહેતી અશ્વિની પાટીલે મહિલા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે મહારાષ્ટ્રના શિરપુર તાલુકાના ઝવડ ગામે રહેતા પતિ હેમરાજ પાટીલ, સાસુ સિંધુબાઇ પાટિલ, સસરા નારાયણ માનિક પાટિલ અને બે નણંદ નલીની તથા જ્યોત્સના પાટિલના નામ આપ્યા હતા, અશ્વિનીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, દસ વર્ષ પૂર્વે તેના લગ્ન હેમરાજ પાટીલ સાથે થયા હતા અને સંતાનમાં બે પુત્ર છે, લગ્નના બે મહિના પછી પતિ સહિતના સાસરિયાનો ત્રાસ શરૂ થયો હતો, સાસરિયાઓ અશ્વિનીને ઘરમાં કયાય અડવા દેતા નહોતા અને અમારી દીકરી નલીનીને માતાજી આવે છે .

જેથી તમે પતિ પત્ની સાથે રહી શકો નહીં તેમ કહી અશ્વિનીને મકાનના નીચેના રૂમમાં એકલી રાખવામાં આવતી હતી જેમાં લાઇટ કે પંખાની પણ વ્યવસ્થા નહોતી, પતિ મારકૂટ કરતો હતો અને અશ્વિનીના માતા પિતા ત્યાં જતા તો તેને પણ મારકૂટ કરતા હતા, સાસરિયાના ત્રાસથી કંટાળી અશ્વિની બંને સંતાનો સાથે રાજકોટ પિયર આવી ગઇ હતી. પોલીસે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી શરૂ કરી હતી.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow