રાજકોટમાં બપોરે આકરો તાપ રાત્રે ઠંડો પવન ફૂંકાયો

રાજકોટમાં બપોરે આકરો તાપ રાત્રે ઠંડો પવન ફૂંકાયો

રાજકોટમાં શનિવારે સવારે 12 કિ.મી.ની ઝડપે ફૂંકાયો હતો. તેમજ સવારે થોડીવાર માટે વાદળછાયું વાતાવરણ પણ રહ્યું હતું, પરંતુ સવારે 10 કલાક બાદ રાબેતા મુજબ તડકો નીકળ્યો હતો. શનિવારે સૌરાષ્ટ્રમાં સૌથી નીચું લઘુતમ તાપમાન પોરબંદરમાં 15.4 ડિગ્રી અને મહત્તમ તાપમાન સૌથી ઊંચું રાજકોટમાં 32.6 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે લઘુતમ તાપમાનનો પારો 3 ડિગ્રી વધ્યો હતો. સવારે પવનની ઝડપ વધુ હોવાને કારણે થોડીવાર માટે ઠંડીનો અનુભવ થયો હતો.

હવામાન ખાતાના જણાવ્યા મુજબ ભાવનગરમાં લઘુતમ તાપમાન 18.6 ડિગ્રી, દ્વારકામાં 22.2, ઓખામાં 20.9, પોરબંદર 15.4, રાજકોટ 17.4, વેરાવળ 19.9, દીવ 15.5, સુરેન્દ્રનગર અને મહુવામાં 17.5 અને કેશોદમાં 18.4 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. હવમાાન ખાતાના જણાવ્યા મુજબ હજુ એક અઠવાડિયું તાપમાનમાં સામાન્ય વધઘટ જોવા મળશે. જ્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ક્યારેક પવનની દિશા બદલાતી રહેશે. રાજકોટમાં બપોરે મહત્તમ તાપમાન 32.6 ડિગ્રીએ પહોંચ્યો હોવાને કારણે દિવસમાં પણ ગરમી જેવો અનુભવ જોવા મળતો હતો.

Read more

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow