રાજકોટમાં 4 દી’ પૂર્વેની માથાકૂટ બાદ પિતરાઇ ભાઇઓ વચ્ચે છરી, ધોકાથી હુમલો

રાજકોટમાં 4 દી’ પૂર્વેની માથાકૂટ બાદ પિતરાઇ ભાઇઓ વચ્ચે છરી, ધોકાથી હુમલો

શહેરના પોપટપરા વિસ્તારમાં ચાર દિવસ પૂર્વે થયેલી માથાકૂટનો ખાર રાખી મંગળવારે ફરી કૌટુંબિક પરિવારના સભ્યો વચ્ચે છરી, ધોકા સાથે મારામારી, તોડફોડનો બનાવ બન્યો છે. મારામારીમાં બંને પક્ષના અનવર ગુલામભાઇ માલાણી અને રમજાન અયુબભાઇ માલાણીને ગંભીર ઇજા થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે.સારવાર લઇ રહેલા અનવર માલાણીના જણાવ્યા મુજબ, રમજાન કૌટુંબિક ભાઇ થતો હોય ગત શનિવારે સાઇડમાં બેસવાના મુદ્દે માથાકૂટ થઇ હતી.

ત્યાર બાદ મંગળવારે પોતે માતા વીરબાઇબેન સાથે દરગાહે દર્શન કરી પરત ઘરે જતા હતા. ત્યારે મુસ્તાક, કાનો અને રમજાન સામે આવ્યા હતા અને ઝઘડો કરી છરીથી હુમલો કરી પોતાને છરીના બે-ત્રણ ઘા ઝીંકી દીધા હતા. ત્યાર બાદ પોતાના મકાન પર પથ્થરના ઘા કરી નુકસાન કર્યું હતું. હુમલામાં પોતાને ઇજા થતા માતા સારવાર માટે પોતાને હોસ્પિટલ લઇ ગઇ હતી. બીજી તરફ રમજાન માલાણી પણ લોહીલુહાણ હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં દાખલ થયો હતો. તેને અનવર સહિતનાઓએ ઝઘડો કરી પોતાના પર છરીથી હુમલો કર્યાનું જણાવ્યું હતું.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow